________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા 225 નિગ્લિવા ગામથી લુંબિન્દથી પૂર્વ તરફ ચૌદ માઈલ ઉપર આવેલ છે. રાતે એક ખેડૂતને ઘેર સૂઈ રહી બીજે દિવસે અમે સવારે જ લુબિન્દવી પહોંચ્યા. બુદ્ધભગવાનના જન્મસ્થાનથી દક્ષિણ તરફ બે ભાઈલને છે. લુબિન્દવી ગામ વસ્યું છે. પહેલાં અમે ગામમાં જવાને બદલે આ સ્થાનનાં દર્શન કરવા જ ગયા. બૌદ્ધ ગ્રંથમાં આ સ્થાનને લેબિનિયન કહ્યું છે. અહીં છૂટાંછવાયાં ખંડેરે અને તે ઉપર ઊગી નીકળેલ ઝાડનાં ઝૂંડ સિવાય બીજું કંઈ જ દૂરથી નજરે પડતું નથી. અમે અશોક સ્તંભ જોવા ગયા. “ભગવાન બુદ્ધ આ સ્થળે જમ્યા તેથી મેં જાતે આવીને આ સ્થાનની પૂજા કરી અને આ શિલાતંભ બંધાવ્યો છે,” એવી મતલબનું લખાણ અશોક રાજાએ આ પાષાણતંભ ઉપર કોતરાવેલ છે. કેટલાંક વર્ષો પહેલાં પુરાણવસ્તુસંશોધન ખાતાએ ખંડેરોનાં દટ્ટણમાંથી આ પાષાણતંભ ખોદી કાઢો. તેનો ઉપરનો ભાગ તૂટેલો છે અને નીચલો ફક્ત આઠથી દસ ફૂટનો ભાગ ઊભો છે. ખાડામાં ઊતરી જ્યારે તે શિલાલેખ મેં વાંચ્યા ત્યારે મારી આંખમાંથી દડ દડ આંસુ ખરવા લાગ્યાં. વાળંદ બિચારે મારી તરફ વિસ્મિત થઈને જોયા કરતો હતો ! પાંચ દસ મિનિટ હું તે સ્તંભ આગળ ઊભો રહ્યો. આ સ્થળનું આવી વિપન્નાવસ્થામાં પણ– દર્શન થયું તેને સારુ મને અત્યંત આનંદ - થયે. પણ તે બહુ વખત ન ટકી શક્યો. * આ માટી અને ઈટના ઢગલાઓમાંથી માયાદેવીની મૂર્તિ શોધી કાઢી તેના ઉપર એક નાનું મંદિર બાંધવામાં આવ્યું છે. આ મંદિર નેપાળી સરકારે આપ્યું છે કે બીજા કોઈએ એની મને ભાળ ન લાગી. નેપાળી રાજ્યમાંથી એક તિબેટી લામા Jun Gun Aaradhak Trust P.P. AG. Gunratnasuri M.S. આ 16