________________ 224 * આપવીતી આ લોકોના કહેવા પ્રમાણે નેપાળી અમલદારે તરફથી આ લોકોને જુલમ સહન કરવો પડતો હશે કે કેમ તે કંઈ હું કહી શકતો નથી. એકાદ અજાણ્યા માણસને આશ્રય આપવામાં તેમના ઉપર એટલું બધું વીતે એ જરા ન માનવા જેવું તો ખરું જ. પણ નેપાળ સરકારનો મુખ્ય વાંક તો એ જ છે કે આ લોકમાં કેળવણીનો પ્રચાર મુદ્દલ નથી થયો. આ તરાઈના લેક અયોધ્યા વગેરે તરફના લોકે જેવા હતા, નેપાળી લોક જેવા નહિ. હિંદુસ્તાની ' કે જ અહીં વસ્યા છે, પણ ઉત્તર હિંદુસ્તાનના તેમના જાતભાઈઓના જેટલા આ લકે સુધરેલા નથી. કેળવણીની બાબતમાં આખું ઉત્તર હિંદુસ્તાન પછાત છે એમ અગાઉ કહી ગયો છું. તે પણ હિંદુસ્તાની લો કે અતિથિસત્કાર કરી જાણે છે. પણ આ નેપાળી તરાઈના કેમાં એ ગુણ દેખાતો નથી. આ લોક ખાસ નિર્દય છે, બીજાને ખપ લાગવાનું તેઓ જાણતા જ નથી, એમ મારી સાથેને વાળંદ કેટલીયે વેળા કહેતા. જોકે તે પોતે પણ નેપાળી સરહદ ઉપર જ રહેનારો હતો. કદાચ તેનાં સગાંસંબંધીઓ પણ આ ભાગમાં વસતાં હોય. છતાં તેને આ લેકેની એક જાતની બીક લાગતી. ગમે તેમ હો, પણ અમને સોહરતસિંગનું નામ ઠીક ઉપયોગી થઈ પડયું. જ્યાં જઈએ ત્યાં પેલે વાળંદ અગાઉથી એકાદ સારા ખેડૂત આસામીને ઘેર જઈને કહે કે, હું સહરતબાબુ પાસેથી આવું છું અને અમારી સાથે સીધુંસામાન વગેરે છે, માત્ર આશરે જોઈએ છે, એટલે એની મેળે જ બધી ગોઠવણ થઈ જતી ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust