________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા. 221 ગોઠવણ પણ તેણે પિતાને ઘેર કરી. જમ્યા પછી એક લારી સોહરતગંજ જતી હતી તેમાં તેણે મને ત્યાં પહોંચાડ્યો. સાંજે પાંચને સુમારે હું સહરતગંજ પહોંચ્યું, અને ત્યાંથી તરત જ સેહરતસિંગ બાબુને ઘેર ગયે. બાબુએ પિતાના રિવાજ મુજબ મારે સારે આદરસત્કાર કર્યો. અને પોતાની પાસેના એક બે બૌદ્ધ ગ્રંથે પણ મને બતાવ્યા. આ ગ્રંથ બૌદ્ધ જાત્રાળુઓએ તેને ભેટ આપ્યા હતા. આ ઉપરાંત તેની પાસે બૌદ્ધધર્મને લગતાં એક બે બીજાં પણ પુસ્તકો હતાં. રાતે મારે જમવું નહોતું. તે પણ તેણે પોતાના આશ્રિત એક પંડિતને ઘેર મારે માટે ગોઠવણ કરી આપી. પંડિતજીને સંસ્કૃત ભાષા સાધારણ આવતી હતી. પણ હું કાશીમાં ભણીને આવેલો તેથી તેમણે મારી સાથે વાગયુદ્ધ માંડવાની હિંમત ન કરી ! વળી તેના આશ્રયદાતાએ મને તેમને ત્યાં મોકલો તેથી મને કઈ પણ રીતે માઠું લાગે એવું વર્તન કરવામાં તેને લાભ નહોતો. બીજે દિવસે પંડિતજીએ “પક્કી' રસોઈ કરાવી મને જમાડ્યો. મને તો “ક” રસાઈ તેમ કરવું યોગ્ય ન લાગ્યું. જમ્યા પછી હું કપિલવસ્તુ જવા નીકળ્યો. સેહરતસિંગ બાબુને થોડા દિવસ ત્યાં રોકાઈ જવાને ઘણે આગ્રહ હતો * દૂધ, પૂરી, અને લોટ વગેરે ન અડકાડયાં હોય તેવું શાક, એને ઉત્તર હિન્દુસ્તાનમાં “પક્કી " રસાઈ કહે છે. ભાત અગર ચોખાની બનાવેલી બીજી કોઈ વસ્તુ હોય તો તે “કચ્ચી” રઈ ગણાય અને તે પવિત્ર માણસને ખપે નહિ ! ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust