________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા 219 બિલકુલ નથી. ચોમેર ઘેર જંગલ થઈ પડ્યું છે. નજીક જ અચિરવતી નદી (જેને હાલ લોકો રાબેતી કહે છે) વહે છે. અને આસપાસનું સૃષ્ટિસૌંદર્ય ભારે છે. અહીં મેં અનાથપિંડિકના આરામ (વિહાર)ની જગ્યા છે. હાલ તો આ જગ્યાએ મોટી મોટી ઇમારતની ઈટો અને માટીના ઢગલા વળ્યા છે. પુરાણવસ્તુસંશોધન ખાતાએ કેટલાંક ખંડેર ખોદી પુષ્કળ ઉપયોગી શિલાલેખો, બુદ્ધમૂતિઓ વગેરે વસ્તુઓ ભેગી કરી છે. પણ આ બાજુ કયાંય સંગ્રહસ્થાન ન હોવાથી તે બધું કલકત્તાના સંગ્રહસ્થાનમાં મોકલી દેવામાં આવ્યું છે. આ જગ્યા જોયા પછી રસ્તા ઉપરના એક ગામમાં જઈ રાત રહ્યો, અને બીજે દિવસે સવારે વાટમાં એક બ્રાહ્મણને ઘેર જમ્યા પછી સાથે રાખેલી (ટપાલની) ટિકિટમાંથી થોડી એક ગૃહસ્થને આપી ઉલ્કાબજારની ટિકિટ ખરીદી. આ સ્ટેશન નેપાળની સરહદ નજીક આવેલું છે. અહીંથી બુદ્ધનું જન્મસ્થાન લગભગ છવ્વીસ માઈલ પર છે. હું સવારમાં જ આ સ્ટેશને પહોંચ્યો. મારા પગમાં બરમી સપાટ હતાં તેનો મુસાફરીમાં ઉપયોગ થવાને બદલે અડચણ થવા લાગી. તેથી સ્ટેશનમાસ્તરને તેની ઑફિસમાં મૂકવા દેવા. મેં વિનંતિ કરી. સ્ટેશનમાસ્તર બંગાળી ગૃહસ્થ હતાં. તેમણે કહ્યું, “સપાટ મૂકવાની ના નથી, પણ તમે ક્યાં જાઓ છો? ક્યાંથી આવો છે? વગેરે જાણવાની મારી ઇચ્છા છે. આ ઘડીએ મારે સ્ટેશનનું જરૂરી કામ છે, પંદર વીસ મિનિટમાં હું પાછો આવીને આપને મળું છું. એટલી વાર થોભશો તે હું આપનો આભારી થઈશ.” મેં હા પાડી. તેણે અંદર જઈને પોતાનું કામ ઉતાવળે આપવા માંડયું. હું બહાર બાંકડા ઉપર બેસી રહ્યો. અર્ધા કલાકમાં તે પાછા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust