________________ 218 આપવીતી ' અમે પહોંચ્યા તે જ દિવસે વૃદ્ધ ભિક્ષુની આંખને એક મોતિયો ઉતાર્યો. પણ મોતિયો ઉતારવા પહેલાં જે સંભાળ લેવાવી જોઈએ તે લેવાઈ નહિ. હું પણ એ બાબતમાં તદ્દન અજાણે તેથી કંઈ કહી શક્યો નહિ. આસિસ્ટન્ટ સર્જન તેના સાહેબની વિરુદ્ધ બબડતો, પણ સાહેબ અમલદાર રહ્યા તેથી તે પણ કંઈ બોલી શકતો નહિ. મારે તેની જોડે ઠીક દસ્તી થઈ ગઈ અને ગોરખપુરમાં રહ્યો તે દરમ્યાન હું તેને જ ઘેર જમતો. અમારી જોડેના છોકરાને વૃદ્ધ ભિક્ષુની સેવા કરવા મૂકી તથા આસિસ્ટંટ સિવિલ સર્જનને તેની સંભાળ લેવાનું કહી હું શ્રાવસ્તી વગેરે બૌદ્ધ તીર્થક્ષેત્રે જોવા ગયો. સાથે પૈસા તે કાંઈ રાખવા નહોતા. તેથી ટપાલની ટિકિટ રૂપિયા દોઢ રૂપિયાની પાસે રાખી અને પેલા છોકરા મારફત આગગાડીની ટિકિટ મંગાવી હું બલરામપુર ગયો. ત્યાં હું સવારે પહોંચ્યા. . આ જગ્યાના કોઈ મહારાજ જમીનદાર છે. તેને વરસે દહાડે : સાઠથી સિત્તેર લાખની ઊપજ છે. મારે તો તેની પાસેથી કશું લેવાનું નહોતું. પણ ઉત્તર હિંદુસ્તાનના બીજા રાજારજવાડાની માફક આમણે પણ મુસાફરો માટે કંઈ સગવડ રાખી હશે, એમ વિચાર કરી હું છેક રાજમહેલ સુધી પહોંચ્યો. ચકીદારે તે મને રોક્યો જ, પણ બીજા કોઈએ પણ ત્યાં મારી ભાળ લીધી નહિ. અંતે રાજાના પુરોહિતને દીકરે મને મળ્યો અને તેણે મને પિતાને ઘેર તેડી જઈ જમાડવો. જમ્યા પછી મેં શ્રાવસ્તીને રસ્તો પકડ્યો. આજે આ સ્થળને સહ્યટ મઘટ કહે છે. આ જગ્યા બલરામપુરથી દસ માઈલને છેટે છે. હું સાંજે પાંચને સુમારે ત્યાં પહોંચ્યો. હાલમાં ત્યાં મનુષ્યની વસ્તી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust