________________ 214 આપવીતી આ શિયાળાની શરૂઆત હતી, એટલે મેં મારા અગાઉના સ્થાન ઉપર ચીવરની એક નાની ઝૂંપડી બનાવી અને તેમાં એક ખાટલો રખાવી રહેવા લાગ્યા. ચાતુમાંસ બુદ્ધગયામાં ગાળ્યાથી મારા એકાંતવાસમાં ભંગ પડ્યો હતો. મહંત અને તેને શિષ્યોનાં અનેક દુષ્કર્મ કાને પડવાથી શાંતિનો ભંગ થતો. આથી ફરી સાત આઠ મહિના એકાંતમાં રહેવું એવી પ્રબળ ઈચ્છા થઈ. ચંદ્રમુનિ નામે તરુણ બારમી ભિક્ષુ હાલ કુશિનારામાં હતા. બેજારીએ તેને સંસ્કૃત અને હિંદી ભાષા શીખવા સારુ પુષ્કળ પૈસો ખચ મદદ કરી હતી. અને મહાવીર ભિક્ષુ પછી કુશિનારાની ધર્મશાળાની વ્યવસ્થા તેના જ હાથમાં આવનાર હતી. તેણે મને એવી સલાહ આપી કે જે મારે એકાંતવાસ કરવો હોય તો માંડલે જવું. ત્યાં સગાઈ કરીને એક પર્વત છે. તેના ઉપર પુષ્કળ ગુફાઓ હોવાથી ધ્યાનભાવનાદિ કરનારા ઘણા ભિક્ષુઓ ત્યાં રહે છે. ચંદ્રમુનિ બ્રહ્મદેશથી તાજો જ આવેલ હોવાથી મને તેના કથન ઉપર વિશ્વાસ બેઠો અને ફરી એક વાર બ્રહ્મદેશ જવાને મેં વિચાર કર્યો. આમ છતાં કુશિનારામાં એક મહિનો તો રહેવું જ પડયું. અહીંના લોકો બહુ ચોરટા. મહાવીર ભિક્ષ ધર્મશાળાને સારુ 1500 રૂપિયા સાથે લઈને તહસીલ દૌરિયાથી આવતા હતા, ત્યાં રસ્તામાં તેમની ગાડી ઊંધી વાળી ગેરેએ તેમની પૈસાથી ભરેલી થેલી પડાવી ! ધર્મશાળા બંધાયા પહેલાં મહાવીર ભિક્ષુ અને તેને એક શિષ્ય ઝૂંપડીમાં રહેતા. રાતને . વખતે એ ઝૂંપડીની એક બાજુમાં કાણું પાડી મહાવીર ભિક્ષના ઓશીકા નીચેથી રેશમી ચીવર કાઢી લીધું ! બીજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust