________________ આપવીતી બૅરિસ્ટર મનમેહન ઘોષને પોતાની તરફથી રોક્યા. પણ આખરે મેકફર્સન સાહેબે બૌદ્ધોને હક સાચો ઠરાવી મહંતને ચાર શિષ્યોને સજા કરી. મહંતે જિલ્લા જજને ત્યાં અપીલ કરી. ત્યાં થોડી સજા કાયમ રહી અને થોડીમાં ફેરફાર થયા. ત્યાંથી મનમેહન ઘોષ આ કેસ કલકત્તાની હાઈકોર્ટમાં લઈ ગયા. અને કલકત્તાનાં દેશી તેમ જ અંગ્રેજી છાપાંઓમાં ખૂબ ચળવળ કરી. બુદ્ધગયાના મેજિસ્ટ્રેટે અને જજે આપેલા ચુકાદાથી હિંદુધર્મ ઉપર ભારે ફટકો પડવા સંભવ છે એવી બેરિસ્ટર શેષની દલીલ હતી. તે વખતે બૌદ્ધધર્મ વિષે લોકોમાં ભ્રામક ખ્યાલ હોવાથી ધર્મપાલ વિરુદ્ધ ધિક્કારની લાગણું ઉત્પન્ન થવામાં વાર ન લાગી. છેવટે હાઈ કોર્ટને કેસ ન્યાયમૂર્તિ બેનરજી અને વડા ન્યાયમૂર્તિ સમક્ષ આવ્યા. તેમણે પોતાના ચુકાદામાં એટલું તે કબૂલ રાખ્યું કે બુદ્ધગયાના મંદિરમાં પૂજા વગેરે કરવાનો બૌદ્ધોને હક ચાલ્યો આવે છે. પણ મહંતની રજા વગર ત્યાં નવી મૂર્તિની સ્થાપના કરવાનો બૌદ્ધ લોકોને અધિકાર નથી એમ કહી નીચલી અદાલતના ચુકાદાને ફેરવી નાંખે અને મહંતના શિષ્યોને છોડી મૂક્યા. આ કેસમાં ધર્મપાલને પુષ્કળ ખર્ચ થઈ ગયું. મહાબોધિ સભાએ ભેગું કરેલ ત્રીસથી ચાળીસ હજારનું ભંડોળ આ કેસમાં વપરાઈ ગયું. આથી સિલોન વગેરેમાં ધર્મપાલ સામે લોકોનાં મન ખાટાં થયાં અને મહાબોધિ સભાના કાર્ય માટે સિલેનમાંથી તેને પૈસા મેળવવા મુશ્કેલ થઈ પડ્યા. માત્ર બરમી લેકેની શ્રદ્ધા તેના ઉપરથી એછી ન થઈ. આ કેસ પછી પણ તેમના તરફથી તેને ખૂબ મદદ મળતી. આ બાજુ મહંતની પણ ધર્મપાલ ઉપર અત્યંત વક્રદૃષ્ટિ થઈ. નવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust