________________ ર૦૫ બૌદ્ધક્ષેત્રોની યાત્રા ૧૮૯૩માં મહાબોધિ સભાના મંત્રી તરીકે અમેરિકામાં શિકાગો ખાતે મળેલી સર્વધર્મપરિષદમાં ધર્મપાત્રે હાજરી આપી. આને લીધે હિંદી તેમ જ યુરોપિયન લોકોમાં તેનું ભાન ખૂબ વધ્યું. અમેરિકાથી પાછા ફરતાં તે જાપાન ઊતર્યા અને ત્યાંના કોઈ પ્રાચીન મંદિરમાંથી એક સુંદર બુદ્ધમૂર્તિ લાવ્યા. તેમને ઇરાદો એવો હતો કે આ મૂર્તિને બુદ્ધગયાના મંદિરમાં ઉપલે ભાળે સ્થાપવી. પણ મહંતને આ વાતની ખબર પડી કે તરત તેણે તે સામે વાંધો લીધે. આ મૂર્તિ ગયા શહેરમાં વરસ સવા વરસ પડી રહી. છેવટે ધર્મપાલે એક દિવસ મળસકે તેને ત્યાંથી ઉઠાવી બુદ્ધગયા લઈ જઈને ઉપરના માળે સ્થાપી દીધી, અને બે ભિક્ષુને ત્યાં મૂકી પૂજાની શરૂઆત કરી. આ વાતની મહંતને ખબર પડતાં તેણે પોતાના શિષ્યો મોકલી બખેડે કરાવ્યો અને મૂર્તિને ત્યાંથી ઉપાડીને બહારના આંગણામાં ફેકી દીધી ! આથી બુદ્ધગયામાં જ નહિ પણ ગયા શહેરમાં ખૂબ શોર મચી ગયો. ગયાના મેજિસ્ટ્રેટ મિ. મેકફર્સને ધર્મપાલના અને મૂર્તિના રક્ષણ સારુ પિોલીસ મોકલી આપી. આ બધા બખેડા દરમ્યાન ધર્મપાલને તેના કેટલાક મિત્રએ મહંત ઉપર ફરિયાદ માંડવાની સલાહ આપી. પણ સિલોનવાળા અમારા ગુરુ શ્રી. સુમંગલાચાર્ય (મહાબોધિ સભાના પ્રમુખ) વગેરે વિચારી લેકે આવી ફરિયાદ માંડવાની વિરુદ્ધ હતા. તો પણ તેમણે તપાસ કરવા સારુ એક સિંહલી બેરિસ્ટરને સિલોનથી મોકલ્યો. તેણે પણ એવો જ મત આપ્યો કે ફરિયાદ ન કરવી. છતાં ધર્મપાલે પિતાના હિંદી અને અંગ્રેજ મિત્રોની સલાહથી મહંત ઉપર ફરિયાદ માંડી. મહંત ખૂબ પૈસાવાળો માણસ હોવાથી તેણે કલકત્તાના સુપ્રસિદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust