________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા : 207 તેમાં મોતી અને માણેકનાં જડતર હતાં એમ કહેવાય છે. આ વિહારવાળી જગ્યા આજે પણ બતાવવામાં આવે છે. પણ ત્યાં આજે માટીના ઢગલા સિવાય કંઈ જ નજરે પડતું નથી. મૂળ મંદિરની આવી જ દુર્દશા હતી. મંદિર ઉપર વડ વગેરે ઝાડ ઊગીઊગીને શિખરને એક ભાગ ધસી પડ્યો હતો, અને આસપાસનું મેદાન પુરાતાં પુરાતાં મંદિર ધરતીમાં ઢંકાઈ જવાની તૈયારીમાં હતું. પરંતુ ૧૮૭૬ના શિયાળામાં બરમાના મિમિન રાજાએ આ મંદિરનો જીર્ણોદ્ધાર સારુ ત્રણ બરમી અમલદારોની એક સમિતિ બુદ્ધગયા મોકલી. એ સમિતિએ અહીંના મહંતની અનુમતિથી આ મંદિરની મરામત શરૂ કરી. પણ બ્રિટિશ સરકારને આ વાત પસંદ ન પડી! બરમાને રાજા પુષ્કળ પૈસો વાપરી કંઈ અવનવા ફેરફાર કરી મૂકે, એવી બ્રિટિશ સરકારને બીક લાગી. આથી સરકારે મિંદામિન રાજાએ મોકલેલ પ્રતિનિધિઓના કામમાં દખલ કરી. પછી બંને સરકાર વચ્ચે પત્રવ્યવહાર ચાલ્યો અને અંતે એવો ઠરાવ થયો કે, બ્રિટિશ સરકારે જ જૂની કળાને નાશ થવા ન દેતાં મંદિરની મરામત કરાવવી, અને તેમાં ખર્ચ થાય તે બરમી રાજાએ ઉપાડવો! આ મુજબ એક અંગ્રેજ ઈજનેરની દેખરેખ હેઠળ આ મંદિરની મરામત કરવામાં આવી. આ પ્રસંગે સરકારે ડૉ. રાજેન્દ્રલાલ મિત્રને રેકીને તેમની પાસે બુદ્ધગયાને લગતી તમામ હકીકત ભેગી કરાવી અને તે પુસ્તકરૂપે પ્રગટ કરી. વળી ત્યાંની મૂર્તિ અને બીજી પુરાતન વસ્તુઓની દેખરેખ રાખવા એક રખેવાળ પણ ની. . મિમિન રાજાએ એક નાની ધર્મશાળા બાંધી ત્યાં પોતા તરફથી બે ત્રણ બારમી ભિક્ષુ રાખ્યા છે અને બુદ્ધ ભગવાનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust