________________ 202 આપવીતી - ઉકાળો પીને તે ઘણું દિવસ રહ્યા, ઉપવાસ કર્યા, બધું કર્યું પણ નિર્વાણુંપ્રાપ્તિ ન થઈ. અંતે દેહદમનનો માર્ગ મેલી તેમણે ધીમે ધીમે ખેરાક લેવો શરૂ કર્યો. પણ આથી તેમની સાથે જે પાંચ ભિક્ષુ રહેતા હતા તેમને ખૂબ ખોટું લાગ્યું, અને જેને પતે ગુરુ સમાન ગણતા હતા તે આ ગૌતમબુદ્ધ ઢેગી નીકળે એમ કહી બુગુરુનો ત્યાગ કરી તેઓ વારાણસી ચાલ્યા આવ્યા. પછી તો બોધિસત્ત્વ ત્યાં જ રહ્યા અને દેહને જરૂરી તેટલું અન્ન ગ્રહણ કરી તેમણે પોતાનું ધર્મચિંતન ચલાવ્યું. વૈશાખી પૂનમને દિવસે સુજાતા નામની ક્ષત્રિય કન્યાએ આપેલી ખીર ખાઈને, રાતની વેળાયે બુદ્ધગયાના મંદિરની લગોલગ. ઊગેલા પીપળાના ઝાડ * નીચે આવીને બેઠા હતા, તે રાતે બધિસત્વને તત્ત્વજ્ઞાનનો સંપૂર્ણ બોધ થયો. અને મારની તમામ સેનાને પરાજ્ય કરી પિ ફાટયા પહેલાં પિતે સંબુદ્ધ થયા. પુસ્તકમાં પણ બોધિસત્ત્વની મારી જોડેની લડાઈનાં રસિક વર્ણન છે. ગમે તેમ છે, પણ બુદ્ધગુરુના પરિનિર્વાણ પછી આ સ્થળને ખૂબ મહત્વ મળ્યું. અનેક રાજાઓ અને શ્રીમંત લોકેએ અહીં અનેક મંદિર, સૂપ, અને વિહાર બંધાવ્યાં. આમાંથી ફક્ત મુખ્ય મંદિર સિવાય બાકીનાં બધાં મકાને આજે માટીમાં મળી ગયાં છે. ઈસ્વીસનના પાંચમા સૈકામાં સિલોનના સુવિખ્યાત મહાનામ રાજાએ અહીં એક મેટે વિહાર બાંધી તેમાં સેનાનું નકશીકામ કરાવ્યું હતું અને * * જે ઝાડ નીચે બુદ્ધ બેઠા હતા તે ઝાડ એક દુષ્ટ રાજાએ કાપી નાંખ્યું એવી લોકવાયકા છે. પણ તે જ ઠેકાણે ઊગેલ તે ઝાડની એક શાખા અત્યારે ત્યાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust