________________ 200 * આપવીતી તેના ઉપર ગુસ્સે થાય એ બીકે તે મને પાણી નહિ આપતો હેય. તેથી મેં તેને કહ્યું, “મને પાછું આપવાથી જે તને કઈ રીતે હરકત આવે એમ હેાય તે ન આપતો.' તેણે ઘડે નીચે મેલી ભારે પગે પડીને કહ્યું: “મહારાજ, પાવળું પાણી આપવામાં મારું શું લૂંટાઈ જવાનું હતું? પણ હવે તમને સાચી વાત કરી દઉં છું. હું જાતે મોચી છું અને તેથી જ આપના જેવા ઊંચ વરણને મારા હાથનું પાણી આપી પાપને ભાગી કેમ થાઉં?” મેં કહ્યું, “હીદાસ સંત પણ ચમાર હતા છતાં તેને બધા લોકો માન આપતા. તે જ પ્રમાણે હું પણ જાતિભેદમાં માનનારો માણસ નથી. તું કઈ જાત છે એ જોડે ભારે નિસબત નથી. મારે તો ફક્ત પાણું જોઈએ છે અને તે તું આપ એટલે બસ.' આ પ્રમાણે મેં તેને ખૂબ ઉપદેશ આપ્યો. તે કઈ જવાબ ન આપી શક્યો. માત્ર ફરી ભારે પગે પડીને બોલ્યો, “આપ ગમે તેટલો ઉપદેશ કરે, અથવા તો હું જે આપને ગુનેગાર દેખાતે હેઉં તો મારું અહીં ને અહીં ગળું વાઢી નાંખે, પણ આવા પાપમાં પડવા મને કહેશે નહિ!' છેવટે એ ખરા તડકામાં જૈન ધર્મશાળાના બાગને કુવે જઈ ત્યાંના પૂજારી પાસેથી મારે પાણી લેવું પડયું ! - આ એક જ બાબત ઉપરથી યુરોપ, અમેરિકા, વગેરે દેશના હલકા વર્ગોની અને અહીંના ઢેડ, ચમાર વગેરે લોકોની સ્થિતિમાં કેટલો ફેર છે, અને ત્યાંના જેટલો સુધારો આ દેશમાં કરતાં કેટલી તકલીફ પડે એમ છે, એ સહેજે દેખાઈ આવે છે. ઈશ્વરના સૃષ્ટિનિયમને આધારે જ પિતે નીચ સરજાયેલ છે, એવી ભાવના પશ્ચિમના ગરીબ વર્ગોમાં બિલકુલ નથી. સમાજની ખાટી રચનાને લીધે પોતે નીચા દરજ્જાના બન્યા છે અને તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust