________________ બદ્ધક્ષેત્રોની યાત્રા 199 સગવડ નહોતી. આ ગામડાંના બ્રાહ્મણોને સુધ્ધાં લખતાં વાંચતાં ન આવડે ! સહી કરતાં આવડવું એ તો જાણે ભારે વિદ્યા મનાય ! પ્રાચીન કાળમાં બધા સુધારાઓમાં અગ્રેસર - તરીકે પંકાયેલા આ મધ્યદેશની આવી ખેદજનક સ્થિતિ જોઈને કયા દેશહિતિષ્ણુને લાગી નહિ આવે ! જે વડના ઝાડ નીચે રહેતો હતો, તેની પાસે જ એક જૈન દેરાસર હતું. તેની બહારની બાજુએ લાંબા લાંબા ટા હતાં. રાતે હું એ ઓટા ઉપર સૂતો. જૈન મંદિરને પૂજારી ત્યાંથી થોડે દૂર એક ધર્મશાળામાં રહેતો. અને પુરાણવસ્તુસંશોધક ખાતાએ નજીકના ગામના એક માણસને, ત્યાંથી કોઈ પાણીપથરો ઉપાડી ન જાય તેટલા ખાતર, ચાર સાડા ચાર રૂપિયાને દરમાયે રોકીદાર રાખે હતો. આ માણસ કઈ વાર મને કહેતો કે, દેરાસરની આસપાસ ભયંકર ભૂતપિશાચેને વાસ છે અને સૂરજ આથમ્યા પછી ત્યાં થઈને જતાં આવતાં લોકો બહુ બીએ છે. ત્યાં સૂવાનું છોડી ધર્મશાળામાં સૂવાનો અને તેણે ઘણી વાર ઉપદેશ કર્યો, પણ મેં તે જગ્યા છોડી નહિ. ઉત્તર હિન્દુસ્તાનમાં ઉનાળો બહુ સખત હોય છે. એક દિવસ બપોરે હું પેલા વડ નીચે બેઠે હતો ત્યાં દેરાસરની પાછળની બાજુએ ખોદકામ કરનારે એક મજૂર જૈન ધર્મશાળામાંથી માટીના ઘડામાં પાણી ભરીને આવતો હતો. તેને મેં મારા કમંડળમાં થોડું પાણી નાંખવા કહ્યું. પણ તેણે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, “મહારાજ, તમે કહે છે તેમ હું કેમ કરું?” મને લાગ્યું કે આસપાસ પાણીની અતિ તંગીને લીધે, ઓ પ્રમાણે થોડું પાણું મને આપે તો, બીજા મજૂરો કર્યું. પણ તેણે 'આપ્યા, મહારાજ કિમ કરું ?' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust