________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા 197 તે જ દિવસે ત્યાં સારનાથનો મેળો ભરાયો હતો. જ્યાં બેસી બુદ્ધગુરુએ ઉપદેશ કર્યો તે જ ઠેકાણે અશોક રાજાએ બંધાવેલ એક મોટો સ્તૂપ છે. મેળામાં આવેલા અનેક લોકો આ જગ્યા જોવા આવ્યા. આથી ધર્મપાલે મને કહ્યું: “આ લેકીને આ જગ્યાની પ્રાચીન માહિતી નહિ હોય તેથી તમે તે તેમને કહો.” મેં કહ્યું, “એમાં હું સફળ નહિ થાઉં. નાહકને ત્રાસ થશે.” પણ તેમણે ખૂબ આગ્રહ કર્યો તેથી છેવટે સ્તૂપ આગળની ઊંચી જગ્યા ઉપર ચડી લોકોને ઉદ્દેશીને હું આ પ્રમાણે બેલ્યો : આ સ્તૂપનો ઇતિહાસ આપનામાંના ઘણાખરાને માલુમ નહિ હોય. સાર્વભૌમ અશોક રાજાએ આ સૂપ પહેલવહેલો બાં -' આ વાત કહેવાની મેં શરૂઆત કરી પણ વચમાં જ એક જણ હિન્દીમાં બોલી ઊઠ્યો, “અરે આ બધાં નાહકનાં ગપ્પાં શેનાં માર્યું જાઓ છો? આ તો “ઘાંચીને ટોપ” છે. એમ અમે જિંદગી આખી સાંભળતા આવ્યા છીએ!' ઘાંચીનો ટોપ આવડે મોટે હોઈ જ ન શકે, અને એમ હવા વિષે ઇતિહાસમાં કશોયે પુરાવો નથી મળતો વગેરે વિચારો જણાવી મેં એ માણસને સમજાવવા મહેનત કરી. એટલામાં વળી બીજો તેનો કોઈ સેબતી તપી ઊઠડ્યો ને બોલ્યો, “તમે બકો છો! અમારા બાપદાદા આટલા કાળ કહેતા આવ્યા તે બધું ખોટું અને તમારો ઈતિહાસ એક સાચો ખરું ને? ઘાંચીએ આ ટોપ ચણાવેલા અને એક ઠેકડે તે તેની ઉપર ચડતો ! (“કુદ પડતા થા') ખબર છે?” ખલાસ થયું! મારું વ્યાખ્યાન ત્યાં જ સમાપ્ત થયું! શ્રોતવૃંદમાં હસાહસ મચી રહી અને મારી સંપૂર્ણ હાર થઈ એમ સૌ કોઈને ખાતરી થઈ ચૂકી ! P.P. Ac. Sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust