________________ - બૌદ્ધક્ષેત્રોની યાત્રા 15 વરુ, વગેરે જનાવર સૂકાં પાંદડાં ઉપર થઈને ક્યાં જાય અને તે વખતે મારું શરીર ભીતિથી કંપી ઊઠે. પણ તે ક્ષણે જે સ્થિતિમાં હું હોઉં તે જ સ્થિતિમાં રહીને તે બીકનું હું દમન કરતો. મહાવીર ભિક્ષુએ મને પાથરવા સારુ એક પાથરણું આપ્યું હતું. એક દિવસ મારા રહેઠાણના ઝાડ પાસે ખેતરમાં તે પાથરણું પાથરીને હું સૂતો હતો. મધરાતને સુમારે ઊઠીને હું શૌચ કરવા ગયો. પાછો આવીને જોઉં છું તો પાથરણાની કોર ઉપર કંઈ લાકડું પડયું હોય એવી વસ્તુ જોઈ મને શંકા આવી અને મેં ચપટી વગાડી. એટલે ત્યાં પડેલો સાપ ધીરે ધીરે ચાલ્યો ગયો. તે દિવસથી બુદ્ધમંદિરની બહારના ઓટા ઉપર હું સૂવા લાગ્યો. આ એ જમીનથી ઊંચાં હોવાથી એરુઝાંઝરું પથારીમાં આવવાનો સંભવ થેડે હતો. પરંતુ ઓટા ઉપર ઝાડની કે એવી કશી ઓથ ન હોવાથી રાતે ઝાકળ પડે અને મારી પથારી ભીંજાઈ જાય. ઉપરાંત ઓટાની જમીન ની હોવાથી ટાઢ પણ ખૂબ વાય. મૂર્તિ નામનો એક કબીરપંથી સાધુ પાસેના જ એક ગામમાં રહેતો હતો. તે વખતોવખત મારી પાસે આવતો અને ધર્મચર્ચા કરતો. હું પણ તેને બુદ્ધની ભાવના વગેરેના પ્રકાર કહેતા. એક દિવસ મારા રહેઠાણથી બે માઈલ દૂર આવેલા એક મસાણમાં જવાનું અમે ઠરાવ્યું, અને તે પ્રમાણે અમે આખી રાત ત્યાં ગાળી. શિયાળ, વરુ, વગેરે જનાવરે તો આ મસાણમાં હતાં જ, પણ તે કરતાંયે મૃતશરીરના અવયવો, હાડકાં વગેરે ચોમેર પડેલાં હોવાથી આ જગ્યા અધિક બિહામણી લાગતી હતી. ત્યાંથી માણસની ખોપરી વગેરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust