________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા શ્રી. બેજારી નામના બરમી વેપારીની મદદથી અહીં એક ધર્મ શાળા બાંધી છે. મહાવીર ભિક્ષુ એ જ ધર્મશાળામાં રહેતા હતા. તેની સાથે ઉત્તર તરફનો કોઈ વૃદ્ધ બ્રાહ્મણ ભિક્ષુ રહેતા હતા. શ્રી. બેજારીએ એક બરમી ગૃહસ્થને ભિક્ષુઓની સંભાળ લેવા અને ધર્મશાળા સાચવવા ત્યાં રાખ્યો હતો. મહાવીર ભિક્ષુએ મારું સ્વાગત સારું કર્યું અને મને રહેવાને એક ઓરડી આપી. આઠ પંદર દિવસ હું તે ઓરડીમાં રહ્યો, પણ મારાં ધ્યાનસમાધિમાં ત્યાં બહુ ખલેલ પહોંચવા લાગી. - | મારી ઓરડીની બહાર વિશ્વામિત્રમેનકાનું (રવિવર્માનું દોરેલું) એક ચિત્ર ટાંગેલું હતું. અડખેપડખેનાં ગામડાંઓમાંથી લોક ધર્મશાળા જેવા આવતા અને આ ચિત્ર તરફ જોઈને ખડખડાટ હસતા. તેમ ન કરવા મેં તેમને અનેક વાર કહ્યું. પણ રોજ નવા નવા માણસો આવે તેથી તેની કાંઈ અસર : ન થઈ. આથી મેં મહાવીર ભિક્ષુને કહ્યું, “તમે આ ચિત્ર અહીંથી કાઢી નાંખો અથવા તે છેવટ અહીંથી તે તેને ખસેડે જ અને બીજે ક્યાંક લટકાવો, એટલે મને તેને ત્રાસ થતો અટકે.” પણ ચિત્ર બેજારીના માણસે મૂકેલું હોવાથી મહાવીર ભિક્ષુને તે કાઢી નાંખવું ઠીક ન લાગ્યું ! અંતે મેં તેને અવળું કરી મૂક્યું. પણ પેલા બરમીએ તે પાછું ચતું કરીને મૂક્યું ! કુશિનારે આવવાને મુખ્ય હેતુ મનને શાંતિ મળે એ જ હતો. પણ આ એક નાનકડા ચિત્રે તેમાં બેહદ ખલેલ કરી. હવે ધર્મશાળા છોડી જવા સિવાય બીજો ઉપાય રહ્યો નહિ! એક દિવસ મહાવીર ભિક્ષની સાથે મારે આ વિષે સારી પેઠે બોલાચાલી થઈ અને એ બહાનાનો લાભ લઈ મેં P.P. Ac. Gunratnasuri M.S., Jun Gun Aaradhak Trust