________________ બોદ્ધક્ષેત્રોની યાત્રા 191 પિતાને ઘેર જમવા આવવા આગ્રહ કર્યો અને ખાતરી આપી કે મારા નિયમ મુજબ બાર વાગ્યાની અંદર બધું તૈયાર થઈ જશે. તે દિવસે અગિયાર સાડા અગિયાર વાગ્યે હું તેમને ત્યાં જ, અને બપોરે તેમની નિશાળમાં મારું એક વ્યાખ્યાન થયું. એકંદરે દેવાસ આવવામાં શીલનાથની મુલાકાત કરતાં ગંગાધર શાસ્ત્રીની મુલાકાતનો લાભ જ મને તો વિશેષ લાગે ! દેવાસથી હું ઇન્દોર ગયો. જવાનું તો ઉજનમાં જ નકકી કર્યું હતું. શ્રી. કેળકરે ઇન્દોરમાં શ્રી. કેતકર હેડમાસ્તરને ભારે વિષે લખ્યું હતું. તે પ્રમાણે તેમણે મને એક દિવસ પિતાને ત્યાં રાખી ઉજજનની ટિકિટ કઢાવી આપી રવાના કર્યો. ત્યાં પ્રિ. ઢેકણે, શ્રી. કેળકર, વગેરે ગૃહસ્થાએ ફાળો કરી મને ગ્વાલિયર રવાના કર્યો. ગ્વાલિયરમાં હું દા. વાળને ત્યાં જ ઊતર્યો. ચાર વર્ષે અમે મળ્યા તેથી દા. વાગળે અત્યંત રાજી થયા. મારે સંન્યાસીને વેશ તેમને ગમ્યો નહિ. છતાં મારા આદરસત્કારમાં તેમણે કોઈ જાતની ઊણપ આવવા દીધી નહિ. એક કે બે દિવસ તેમને ત્યાં રહીને કાશી જવા નીકળ્યો. દા. વાગલેને તે દિવસ દરબારમાં જરૂરી કામ હોવાથી મને સ્ટેશને મૂકવા આવી શક્યા નહિ. પણ મને ટિકિટ કઢાવી આપવા અને ગાડીએ બેસાડવા તેમણે પિતાના ભાણેજને મોકલ્યો. તેણે ટિકિટ કઢાવી આપી અને મૂડી ભરીને રૂપિયા મારી આગળ ધર્યા. રૂપિયા કેટલા હતા તે વગેરે કશું ન પૂછતાં મેં તેને એટલું જ કહ્યું કે, “એ રૂપિયા હું કઈ રીતે લઈ શકું એમ નથી. હું એને સ્પર્શ નહિ કરું. તમે તે લઈ જાઓ અને તમારા મામાને પાછા સપજે.' થી ભરીને રૂપિયા તેને એટલે કે અર્શ નહિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust