________________ બોદ્ધક્ષેત્રની યાત્રા 189 ભારે જેવા એક હોશિયાર માણસને બેયો અને મેં સારસ્વત જેવી જાતિ બેઈ, એ વાત એમના દિલને અત્યંત અકારી થઈ પડી ! દીક્ષિત અને બીજે દિવસે પિતાની સાથે મુંબઈ લઈ ગયા. અને એક ભાડૂતી ગાડી કરી આપી તેના કોઈ નાતાવાળાને સાથે મોકલ્ય; તેણે મને મુંબઈનાં કેટલાંક જેવાલાયક સ્થળો બતાવ્યાં. હવે મારે મુંબઈમાં વધુ વખત રહેવાની જરૂર ન રહી. તેથી તે જ રાત્રે નીકળી વડોદરા ગયા. શ્રી. દીક્ષિતે વડોદરાના તેમના એક મિત્ર શ્રી રામચંદ્ર હરિ ગોખલેને આગળથી મારે વિષે લખ્યું. રાત્રે અગિયાર વાગ્યે સ્ટેશને આવી મને ટિકિટ કઢાવી આપી અને ગાડીએ બેસાડયો. બીજે દિવસે સવારે શ્રી. ગેખલે વડોદરાને સ્ટેશને હાજર હતા. મારા વેશ ઉપરથી તેમણે મને ઓળખે, અને પિતાની ગાડીમાં મને ઘેર લઈ ગયા. તેમને ઘેર જમવાખાવાની સગવડ સારી હતી. પણ ત્યાં મારે એક દિવસથી વધારે રહેવું નહોતું. તેથી મેં તે જ દિવસે રાતની ગાડીએ બેસી, ઉજજન જવાનું ઠરાવ્યું. ગોખલેએ સ્ટેશને આવી ઉજજનની ટિકિટ કઢાવી આપી. બીજા પણ થોડા રૂપિયા તેમણે આપવા માંડયા પણ તે મેં લીધા નહિ. ઉજજનમાં પ્લેગ ચાલતો હતો. મારા જૂના મિત્ર કેળકર માસ્તર વગેરે ગામ બહાર રહેતા હતા. મેં તેમના ઘરને માંડ માંડ પત્તો મેળવ્યો. માધવકોલેજના તે વખતના પ્રિન્સિપાલ શ્રી. ઢંકણેના તંબૂમાં કે પછી શ્રી. કેળકરની ઝૂંપડીમાં ક્યાંક રહ્યો. અત્યારે ચોકકસ યાદ નથી. શીલનાથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust