________________ આપવીતી તેથી વ્યાખ્યાન કેવુંક નીવડશે એની ચિંતા મને છેવટ સુધી રહી. શ્રી. કાણએ મારો બધો ભાર ઉપાડી લીધે. ટિકિટના પૈસા બધા તેમણે આપ્યા કે ફાળો કરી ભેગા કર્યા એની મને ખબર ન પડી. તેમણે મુંબઈમાં શ્રી. હરિ રસીતારામ દીક્ષિત સોલિસિટરને કાગળ લખી મારા આવવાની ખબર આપી, અને ઉમરાવતીથી નીકળતાં પહેલાં તાર પણ કર્યો. આટલેથી પણ તેમને સંતોષ ન થયું. મને કહે, “જો તમે ન કચવાઓ તે તમારી સ્ત્રી તેમ જ પુત્રી માટે હું યથાશક્તિ થોડી રકમ મોકલતે રહે.” તેમની આ ઉદારતા માટે મેં તેમનો અત્યંત ઉપકાર માને. પણ તેવી દેણગી રકમ લેવા મેં ના પાડી. મેં વિનયપૂર્વક કહ્યું, “મારા સાળા દાક્તર છે અને પિતાની બહેનનો ભાર સહન કરવા જેવી તેમની આયાત છે. એટલે તમે નાહક ચિંતા ન કરો.' આમ કહી તેમના મનનું સમાધાન કર્યું. માત્ર ત્રણ કે ચાર દિવસ હું ઉમરાવતીમાં રહ્યા હોઈશ. ત્યાંથી મુંબઈ આવ્યો. દાદર ગાડી બદલી સીધો વાંદરા ગયે. શ્રી. દીક્ષિતે ગાડી તથા એક માણસને સ્ટેશન ઉપર મોકલ્યો હતો તે મને તેમને ઘેર લઈ ગયો. તે દિવસે દીક્ષિતને ઘેર કંઈક પ્રસંગ હતો કે પછી રવિવાર હોવાથી ઇચ્છમિત્રને જમવા તેડ્યા હતા, પણ ત્યાં શ્રી. દામોદર ગણેશ પાથે વગેરે લોકે આવ્યા હતા. વેદાંત ઉપર મારે તેમની સાથે લાંબે વખત સુધી ચર્ચા થઈ. શ્રી. દાળકર કરીને એક ગૃહસ્થ પણ ત્યાં આવ્યા હતા. તેમણે મેં ધમતર કર્યું તેને વિષે ભારે ખેદ પ્રદર્શિત કર્યો. ખાસ કરીને સારસ્વતની નાતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust