________________ 18. આપવીતી એકાકુરા નામના એક જાપાની બૌદ્ધ અહીં આવ્યા હતા. તે . ભારે જ ઘેર રહ્યા હતા. હવે તમે નકામાં ઇધરતિધર ન ભટકતાં. અહીં જ નિરાંતે રહે અને જે કંઈ ધર્મચિંતન કરવું હોય તે અહીં રહ્યાં કરો.' - થોડા દિવસ નાગપુરમાં રહેવું મને ઠીક લાગ્યું. શ્રી. પાળેએ મારે માટે એક નાનો તંબૂ ઇલાયદો તણાવી આપ્યો. નીચે ઘાસની પથારી કરી તે ઉપર હું સૂતો. શ્રી. પાયેના તંબૂ આગળ બીજા પણ બે ચાર ડેરા હતા. તે બધાંને ત્યાંથી મને થોડી થોડી ભિક્ષા મળતી. શ્રી. પાળેએ એક માટીનું છીછરું રામપાત્ર મને આણી આપ્યું હતું તેમાં હું જમતા. અને નાહવા સારુ તેમ જ પાણું ભરી રાખવા સારુ એક બીજો માટીને ઘડે હતો અને હાથ ધોવા માટે એક કીબ હતી. ટૂંકમાં : मृत्पात्रमात्रविभवश्चोरासंभोगचीवरः / निर्भयो विहरिष्यामि कदा कायमगोपयन् // * આ શાંતિદેવાચાર્યની અભળખાનો એ થોડા દિવસ મેં ઠીક અનુભવ લીધે. . શ્રી. પાબેના તેમ જ બીજાના તંબૂઓથી ભારે તંબુ સારી પેઠે દૂર હતો. ત્યાં એરુઝાંઝરુની તેમ જ ચોરની બહુ બીક રહેતી. પણ હું તે બેધડક રાતવરત બધે ફરતે, અને ભેયે ઘાસ ઉપર સૂઈ રહેતો. લગભગ અઠવાડિયું કે દોઢ અઠવાડિયું કાવ્યું. પણ કાયમને માટે અહીં રહેવું અશક્ય હતું. વળી ' માટીનું શરું એ જ મારો વૈભવ અને ચોરને પણ કામ ન આવે એવું ચીવર (પાસે રાખીને) હું દેહની પરવા ન કરતાં - નિર્ભય થઈને કચારે વિચરીશ ? . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust