________________ બોદ્ધક્ષેત્રેની યાત્રા કાઈ આર્યસમાજી લાગે છે! અહીં એને ભળતા ગૃહસ્થનું ઘર કેવું? આપે તે કદાચ માધવરાવ પાથે આમને આશરો આપે.” અંતે તેમાંનો એક જણ મારી તરફ વળીને કહે, તમે માધવરાવ વકીલ શહેર બહાર રહે છે તેમને ત્યાં જાઓ. તે તમારી બધી વ્યવસ્થા કરશે.” પાળે વકીલની તપાસ કરતો કરતો લગભગ સાંજે છ વાગ્યે તેમના તંબૂ પર પહોંચ્યા. તેઓ કોઈ કેસ ચલાવવા સારુ બહારગામ ગયા ? હતા અને રાતની ગાડીએ પાછા આવનાર હતા. મને તેમના નાના ભાઈએ, “તેમનું તમારે શું કામ છે?” વગેરે અનેક સવાલો પૂછયા. પણ તેના સવિસ્તર જવાબ આપવાની ભાંજગડમાં ન પડતાં મેં ટૂંકમાં જ જણાવ્યું, “મારે કશું ખાસ કામ નથી. માત્ર એક દિવસ અહીં રહેવાનું મળે અને માધવરાવને મળાય એથી વિશેષ મારે કશો હેતુ નથી.” રાત્રે તેમણે મને જમવા વિષે પૂછ્યું. પણ “હું રાત્રે જમતો નથી, એમ કહી તેમના તંબૂમાં ચીવરની પથારી ઉપર હું નિરાંતે સૂઈ ગયો. શ્રી. પાણે વકીલ રાતની ગાડીએ જ આવ્યા. આવ્યા કે તરત તેમને મારા ખબર મળ્યા હશે. પણ તેમણે મને જગાડ્યો નહિ. બીજે દિવસે તે જરા મેડા ઊડ્યા એટલે તે પછી મારી અને તેમની મુલાકાત થઈ. મેં કશે પડદે ન રાખતાં “હું બૌદ્ધ છું” વગેરે હકીકત તેમને જણાવી. તેઓ સુધારાના હિમાયતી હોવાથી મારાં ધમાંતરનું તેમને કશું ખાસ ખોટું ન લાગ્યું. તેમણે કહ્યું, “બુદ્ધ પણું આખરે હતા તો અમારા પ્રાચીન મહર્ષિઓમાંના જ એક, તેના મતને અનુસરવાથી માણસ વટલાઈ જાય છે એમ હું બિલકુલ માનતો નથી. શ્રી.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust