________________ 184 આપવીતી દિવસે તેઓ ગામ જવાના હોવાથી તેમને તે જ રાત્રે ઘણાં કામ આટોપવાનાં હતાં. હું તેમને ન મળતાં નજીકના એકઢાળિયામાં મારું ચીવર પાથરી તેનો બીજે છેડે એઢી નિરાંતે ઊંઘી ગયે. મુસાફરીના થાકને લીધે હું ઘસઘસાટ ઊંધવા લાગ્યા. અગિયાર વાગ્યા સુમારે ઘેષ નામના એક વકીલે મારી પાસે આવી મને જગાડ્યો. રાત્રે ભોજન કરવા સારુ રાજાસાહેબે મને ખૂબ આગ્રહ કર્યો. પણ બપોરે બાર વાગ્યા પછી હું જમતો નથી” એમ કહી તેમના મનનું સમાધાન કર્યું. બીજે દિવસે પિતાની જે ગામ આવવાનો તેમણે મને ખૂબ આગ્રહ કર્યો. પણ મારા પ્રવાસનો ક્રમ મેં અગાઉથી નકકી કર્યો હોવાથી તેમની વિનંતીને હું માન આપી શક્યો નહિ. પિતાનાં માણસોને કહી મને નાગપુરની ટિકિટ કઢાવી આપવાની વ્યવસ્થા કરી તેઓ પિતાને ગામ ગયા. બીજે દિવસે હું ' શેષ વકીલને ઘેર જા અને રાજાસાહેબના ઓળખીતા ગૃહસ્થ સાથે સ્ટેશને આવ્યો. રાજાસાહેબ અને તેમના મિત્રાએ કરેલ રકમમાંથી મારી ટિકિટ લેવામાં આવી, અને વધ્યા ' તે પૈસામાંથી પેલા ગૃહસ્થ મને રસ્તામાં ખાવા સારુ ભાતું બંધાવ્યું. બીજે દિવસે બપોરે નાગપુર પહોંચ્યો. વાટમાં ભાતું ખાઈ લીધું હતું તેથી જમવાની ફિકર નહોતી. પરંતુ રહેવું કક્યાં અને આવતી કાલનું શું, એ સવાલ હતો જ. એમ ને એમ સ્ટેશનથી શહેરમાં આવ્યો. શહેરમાં પ્લેગનો કેર વર્તી રહ્યો હતો. લેકે ઘરબાર છોડી બહાર રહેવા ચાલ્યા ગયા હતા અને ઊતરવાનું સ્થાન મળવું મુશ્કેલ હતું. બે ચાર વાણિયા કે એવા જ કેઈ મળ્યા તે અંદર અંદર કહેવા લાગ્યા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust