________________ આપવીતી કાશીમાં સારનાથ આગળ બૌદ્ધ લોકો માટે એક નાનું વસતિગ્રહ બંધાયાનું મારા સાંભળવામાં આવ્યું હતું. તે મુજબ કેન્ટોન્મેન્ટને સ્ટેશને ઊતરી મેં તે તરફનો રસ્તો પકડયો. ત્યાં સુમેધંકર નામનો એક શ્રામણેર રહેતો હતો. તેણે મને ખવરાવ્યું. પણ આ વસતિગૃહ નાનું હોવાથી મારા રહેવાની સગવડ ત્યાં થાય એમ નહતું એમ તેણે જણાવ્યું. મેં તેને પૂછ્યું, “અહીંથી કુશિનારા જવાનું કેટલું ભાડું પડે છે? તેટલું ગાડીભાડું મને અહીં કોઈ રીતે મળી શકે?' કુશિનારા નજીકના “તહસીલ દૌરિયા’ સ્ટેશનનું ભાડું અહીંથી એક રૂપિયા ને ઉપર કંઈ આના થતું હતું. તેટલા પૈસા સુમેધંકરે પિતાની પાસેથી આપ્યા અને મને ત્યાં રવાના કર્યો. તહસીલ દૌરિયા હું સવારે પહોંચ્યા. ત્યાંથી કુશિનારા વીશ માઈલ થાય. રસ્તો સીધો છે, પણ વાટમાં જમવાનું શું તેની ફિકર હતી જ. છતાં સ્ટેશને બેસી રહેવામાં તો કંઈ સાર નથી એમ વિચારી મેં તરત જ ચાલવા માંડયું. પાંચ છ માઈલ ચાલે ત્યાં બધેર થવા આવ્યા. તેથી નજીકના એક ગામમાં ત્યાંના કેઈ ક્ષત્રિય જમીનદારને ઘેર હું ગયો. તેણે મારું સારી રીતે આતિથ્ય કર્યું. જમ્યા પછી મેં આગળ ચાલવા માંડયું. રાત્રે વાટમાં જ એક લુહારને ઘેર સૂતો અને બીજે દિવસે સવારે કુશિનારા જઈ પહોંચ્યો. આ સ્થાન ગોરખપુર જિલ્લાના કયા તાલુકાના ગામથી બે માઈલ છે. હાલ એને “માયા કુંવર કા કટ' કહે છે. આસપાસના અનાડી લોકોને અહીંની બુદ્ધની મૂર્તિ જોઈ ને ભારે આશ્ચર્ય થાય છે! તે વિષેના ઈતિહાસની તેમને બિલકુલ ખબર નથી ! પાછળ કહી ગયો છું કે મહાવીર ભિક્ષુએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust