________________ બૌદ્ધક્ષેત્રોની યાત્રા 207 ધર્મશાળા બાંધવા થેડી જમીન ધર્મપાલને આપવાનું મહંત કબૂલ્યું હતું. વેચાણખત પણ તૈયાર થઈ ગયું હતું. પણ ધર્મપાલ પોતાની સામે પડવાનો છે એમ જાણતાં જ મહત ખતને રજિસ્ટર થવા ન દીધું. પછી તે અણબનાવ વધતો ગયો અને પરિણામે ઉપર કહ્યો તે દાવો થયો. હવે આ બુદ્ધગયાના શિવ મહંતને બૌદ્ધ મંદિરનો હક કેવી રીતે મળે, તે વિષે થોડું કહેવું અસ્થાને નહિ ગણાય. બાદશાહ શાહજહાન ગાદીએ આવ્યો તે અગાઉ ગીરી નામનો કોઈ એક શિવપંથી પંજાબી સંન્યાસી આ મંદિરની પડોશમાં આવીને રહ્યો. તે વખતે અહીં બિલકુલ વસ્તી નહોતી. આજુબાજુના વિહારો તેમ જ બીજા મકાનો ખંડેર થઈ પડ્યાં હતાં ને ઉપર ઘાસ તેમ જ કાંટાનાં ઝાડ ઊગી નીકળી જંગલ બન્યું હતું. આવા સ્થાનમાં સાપ વગેરે તો હોય જ. પણ તે ઉપરાંત વાઘ ઈત્યાદિ હિંસક પશુઓ પણ ત્યાં વસતાં એમ કહેવાય છે. પેલા સંન્યાસીએ આવા આ નિર્જન સ્થાનમાં પોતાની મઢુલી બાંધી. ધીમે ધીમે તેની કીર્તિ આસપાસનાં ગામોમાં ફેલાઈ અને તેના શિષ્યો પણ વધવા લાગ્યા. એવો જ એનો કોઈ એક સેવક શાહજહાનના દરબારમાં હશે તેની વગથી આ સંન્યાસીને મંદિરની પડોશમાં આવેલાં બે ગામ ઇનામ મળ્યાં. ત્યારથી તેના મુખ્ય શિષ્યને સૌ મહંત કહેવા લાગ્યા. મંદિરની આસપાસનાં ખંડેરોની ઈટ અને પાણા ભેગા કરી મહતે પોતાને સારુ અને પિતાના શિષ્યોને સારુ એક મેટો મઠ બાંધ્યો. મંદિર ફરતી અશોક રાજાએ કરેલા થાંભલાઓની જે વાડ કરાવી હતી તેમાંના ઘણાખરા થાંભલાઓ મહતે પિતાને મઠ બાંધવામાં વાપર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust