________________ બૌદ્ધક્ષેત્રની યાત્રા 183 મિદનાપુર પહોંચ્યા પછી સ્ટેશન ઉપર રહેતા બે ત્રણ દક્ષિણી રેલવે કારકુનેને હું મળ્યો. પણ તેમની પાસેથી આગળ મુસાફરી કરવામાં કશી મદદ મળે એમ ન લાગવાથી સ્ટેશન છોડી મિદનાપુર શહેર તરફ મેં ધીમે ધીમે ચાલવા માંડયું. શહેર નજીક પહોંચે ત્યાં મેં રસ્તાની ડાબી બાજુએ એક ગાડી ઊભેલી જોઈ ત્યાં બે ત્રણ બંગાળી ગૃહસ્થ ઊભા હતા. તેમને “શહેરમાં જવાનો રસ્તો આ જ કે ?' એમ મેં હિન્દીમાં પૂછયું. તેમણે હા કહી એટલે હું આગળ ચાલવા લાગ્યા. તેવામાં તેમનામાંને એક ગૃહસ્થ ઉતાવળ ઉતાવળો મારી પાછળ આવ્યું અને મને પૂછવા લાગ્યા, “તમને સંસ્કૃતમાં વાત કરતાં આવડે છે?” મેં કહ્યું, “હા, સંસ્કૃતમાં હું સારી રીતે બોલી શકું છું. અંગ્રેજી પણ જાણું છું. તે કહે, “પેલી ગાડી ઊભી છે તે અમારા રાજાસાહેબની છે. તેમણે સંસ્કૃતમાં એક ગ્રંથ પણ લખ્યો છે.” મેં કહ્યું, “તમારા રાજાસાહેબ જેડે મારે કશું પ્રયોજન નથી, તો પણ તેમની મરજી હોય તે સંસ્કૃતમાં બોલવા મને હરકત નથી.” એટલામાં રાજાસાહેબ ત્યાં આવ્યા. તેઓ બ્રાહ્મણ હતા અને તેમનું નામ કૃષ્ણપ્રસાદ કે એવું જ કંઈ હતું. મિદનાપુર જિલ્લામાં તેમની મોટી જમીનદારી હતી અને તળ મિદનાપુર શહેરમાં એક મોટું ઘર (જેને બંગાળીઓ કચેરી કહે છે) હતું. થોડી વાર સંસ્કૃતમાં વાત થયા પછી રાજાએ મને પિતાની ગાડીમાં કચેરીએ આવવા કહ્યું. પણ “મને પગે ચાલતો જ જવા દો” એમ મેં કહ્યું. તેણે વધુ આગ્રહ ન કર્યો. પોતાની સાથેના એક ગૃહસ્થને મારી સાથે રાખી તેઓ ગયા. રાત પડયા પછી હું રાજાસાહેબની કચેરીમાં જઈ પહોંચે. બીજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust