________________ બદ્ધક્ષેત્રની યાત્રા 181 લીધેલાં કેળાં અને પાંઉ ઉપર કાઢો; રાત ક્યાં ગાળી એ અત્યારે યાદ નથી. બીજે દિવસે સવારે દુલ સ્ટેશન આગળ પહોંચ્યો. કેળીમાં કાંઈ બાકી ન હોવાથી પ્રથમ જમવાની કંઈક સગવડ શોધવાનો વિચાર કરી હું ગામમાં ગયો. ગામમાં શીતલપ્રસાદ નામના એક ઉદાર વકીલ રહે છે એમ કાઈને મેઢે મેં સાંભળ્યું હતું. ઘણું કરીને આંદુલના સ્ટેશનમાસ્તરે જ મને કહેલું. સવારે આઠને સુમારે હું ગામમાં ગયો. શીતલપ્રસાદ પિતાની ઓશરીમાં અસીલો સાથે વાતો કરી રહ્યા હતા. “કેમ આવ્યા છો?” એમ તેમણે મને હિન્દીમાં પૂછયું. મેં જવાબ આપ્યો, “જમવા સારુ.' તેમને આ મશ્કરી લાગી હશે. કંઈ પૈસાની મદદ જોઈએ છે કે કેમ, વગેરે સવાલો તેમણે પૂછળ્યા, પણ “મને બીજું કંઈ જ નહિ, ફક્ત એક ટંકનું ભોજન જ જોઈએ છે, અને તે મારો નિયમ પ્રમાણે બાર વાગ્યા પહેલાં મળે તો જ,' એમ ચેખું કહ્યું. તેમણે ઘણું જ ખુશીથી મને ભેજન કરાવવા હા પાડી અને કહ્યું, “એટલું જ જોઈતું હોય તો અહીંથી હવે બીજે ક્યાંય જવાની બિલકુલ જરૂર નથી. અહીં નિરાંતે " બેસે. બાર વાગ્યાની અંદર તમને મારા ગરીબ ઘરમાં મળશે તે ભોજન હું આપને કરાવીશ.' તેના કહેવા પ્રમાણે ગામમાં બીજે ઘેર ન જતાં હું ત્યાં જ બેઠે. અગિયારેક વાગ્યે જજમાને મને નોકરની સાથે નવા બાંધેલા તળાવ ઉપર નાહવા મોકલ્યો. અને તેમાંથી પરવારતાં તેમણે મારા જમવાની ગોઠવણ પડે કરી. બંગાળી રીત પ્રમાણે અનેક શાકભાજી વગેરે વસ્તુઓ હતી. જમી લીધા પછી તેમણે કંઈ દ્રવ્ય લેશે ?' એમ મને ફરી વાર પૂછયું. પણ દ્રવ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust