________________ 180 આપવીતી મારી તૈયારી હતી. એને ભિક્ષા ઉપર નિર્વાહ કરવાની પણ મારી તેટલી જ તૈયારી હોવાથી રસ્તે ઉદરપૂતિ કરવામાં પણ કશી જ અડચણ નહિ આવે, એવી મને ખાતરી હતી. કદાચ એવો વખત આવ્યો જ તો તે પણ સહન કરી લેવા હું તૈયાર હતો. આથી કલકત્તાના શ્રીમંત કે પાસે યાચના કરવાની તરખડમાં ન પડતાં, બીજે કે ત્રીજે જ દિવસે કલકત્તા છોડી પગરસ્તે જ મુંબઈ સુધી મુસાફરી કરવાનું મેં ઠરાવ્યું. રસ્તે કોઈ ટિકિટ કઢાવી આપે તો આગગાડીમાં જવું, નહિ તે પગે ચાલવું એવો વિચાર હતો. અમુક જ દિવસે અમુક ઠેકાણે પહોંચી જવું એવો તો કંઈ નિશ્ચય હતે જ નહિ. દેશાટન કરતાં દેશદેશના લોકોના રીતરિવાજ વગેરે જાણવા મળે અને હિન્દુસ્તાનના જુદા જુદા પ્રાંતનું જ્ઞાન મળે એ જ ઉદ્દેશ હતો. - કલકત્તે આવ્યાને બીજે જ દિવસે એક ઝોળી તથા એક . સખલાદ (૫)નું મેટું ચીવર (વસ્ત્ર) મેં હાથે સીવી તૈયાર કર્યું. મારાં બધાં પુસ્તક અનવરત્નને સેંયાં. આમાં મારી મેં ગાવા છેડ્યું ત્યારથી લખેલી નોંધપોથી પણ હતી. મારે હાથે કાગળમાં બરાબર બાંધી સીલ કરીને મેં તે અનવરત્નને સંપી અને બરાબર સાચવી મૂકવા વળી વળીને ભલામણ કરી. પણ હું આ પુસ્તકના આરંભમાં કહી ગયા તેમ તેની બેદરકારીથી આ નોંધપોથી ખવાઈ ગઈ! બાકીનાં પુસ્તકમાંથી ઘણાંખરાં ૧૯૦૭માં ધર્મપાલ તરફથી મને પાછાં મળેલાં. આ બધી તૈયારી પછી એક બે દિવસમાં જ એક દિવસે સવારે સૂર્યોદય પહેલાં મેં કલકત્તા છોડયું અને રસ્તો પૂછતો પૂછતો હાવરા સ્ટેશન પહોંચ્યો. ત્યાંથી બંગાળ નાગપુર રેલવેને રસ્તે મેં ધીમે ધીમે ચાલવા માંડયું. તે દિવસ મેં મારી ઝોળીમાં ભરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust