________________ 14 ક્ષેત્રોની યાત્રા રાકની હાડમારીને કારણે મારી તબિયતને ભારે ધકકો પહોંચ્યા. અતિસારનો રોગ વારંવાર લાગુ પડવા લાગે; તેથી બ્રહ્મદેશ છોડી વળી કુશિના જવાનો પ્રયત્ન કરી જેવો એ વિચાર આવવા લાગ્યા. જ્ઞાનત્રિલોકને મારો વિચાર પસંદ હતો. પણ કુમારસ્થવિરને તે મુદ્દલ રૂએ નહિ. પાંચ વર્ષ સુધી ગુરુ પાસે રહ્યા સિવાય ભિક્ષુને બીજી જગ્યાએ જવાને નિષેધ છે, એવી માન્યતા પ્રચલિત થઈ પડી છે. મૂળ ત્રિપિટક ગ્રંથમાં આને આધાર નથી. શિષ્ય પાંચ વર્ષ ગુરુના વિહારમાં રહી અધ્યયન પૂરું કરે તે પછી બીજે જતા, એવા ઉલ્લેખ ટીકાકારે અનેક સ્થળે કર્યા છે. છતાં એને પણ ઘણા અપવાદો છે. મુદ્દાને વિષય અધ્યયન છે. અને મારે વિનય વગેરે ગ્રંથને અભ્યાસ ઠીક થઈ ગયો હોવાથી, ચિત્તને સ્વાસ્થ રહે એ સ્થળે જઈ રહેવામાં આચાર્યની અડચણ ન જ હોય, એમ - મારું કહેવું હતું. પણ બ્રહ્મદેશમાંના ઘણાખરા સ્થવિરે રાત્રીઢિલ્ટીયરી એ ન્યાયના પૂજારી હોવાથી અને અમારા ગુરુ તેમાં અપવાદરૂ૫ ન હોવાથી, તેમણે મને ખુલ્લા દિલથી કુશિનારા જવાની રજા ન આપી. “તારે જવું હોય તો જા.' એમ તેમણે કહ્યું. પણ તેમની મદદ વગર બરમી ગૃહસ્થો પાસેથી મને આગબોટનું ભાડું મળવું તદ્દન અશક્ય હતું. મને સંઘમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust