________________ 179 . આપવીતી આ ઉપરથી જ્ઞાનત્રિલેકે કહ્યું, “બૌદ્ધધર્મ બરમ નથી પણ હિન્દી છે. બુદ્ધ હિન્દુસ્તાનમાં જમ્યા એટલું જ નહિ, પણ તેના ધર્મને પ્રચાર હિન્દુસ્તાનમાં હિન્દી લોકેએ જ કર્યો છે. બધું પ્રાચીન પાલિ સાહિત્ય હિન્દીઓએ જ તૈયાર કર્યું છે. આમ હોવાથી તમે બૌદ્ધધર્મને બરમી ધર્મ કહો છો તે તમારી ભારે ભૂલ છે.' સાધારણ રીતે બરમી લોકોમાં ઈતિહાસનું એટલું તે અજ્ઞાન છે કે બૌદ્ધધર્મની ઉત્પત્તિનું પણ તેમને ભાન નથી હેતું. આવા લોકોની સાથે વાદમાં ન ઊતરવા હું જ્ઞાનત્રિલોકને વારંવાર કહેતો, પણ તેનો સ્વભાવ જાય નહિ. બરમી લેકેના પાલિ ઉચ્ચારોની પણ તે ખૂબ મશ્કરી કરતો. મારી ઉપસંપદાની પહેલાં (જ્યારે હું થામણેર હતો ત્યારે) એક દિવસ અમારે વિહારના એક ભિક્ષુ પાસેથી દશ શિક્ષાપદ ગ્રહણ કરવાનાં હતાં. તેના પાલિ ઉચ્ચારની જ્ઞાનત્રિલોકને ખબર હતી, તેથી તે અગાઉથી જ હસવા લાગ્યો. આથી મેં કહ્યું, “જુઓ, તમે તે ભિક્ષના ઉચ્ચાર સાંભળી તેની સામે હસશો તો તેને બહુ જ માઠું લાગશે અને તેથી આપણા વિહારના મુખ્ય સ્થવિર પણ કદાચ ગુસ્સે થાય.” જ્ઞાનત્રિલોકે ના હસવાની કબૂલાત આપી અને અમે બને પેલા ભિક્ષુ આગળ ગયા. રિવાજ પ્રમાણે નમસ્કાર વગેરે વિધિ થયા બાદ તેણે શરણગમન કહેવાની શરૂઆત કરી. યુદ્ધ સરળ છામિ” ધર્મ સરળ નિ” “સંધ પર છામિ - આને શરણગમન કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust