________________ 175 મદ્રાસ અને પ્રદેશ હતી; પણ તેનું બધું લક્ષ બૌદ્ધધર્મ તરફ લાગેલું હોવાથી તેણે તેની દરકાર ન કરી. જ્ઞાનત્રિલોકનું ચિત્ત બૌદ્ધધર્મ તરફ કેવી રીતે વળ્યું તેને ઇતિહાસ તેણે મને ન કહ્યા, પણ પેનહાર વગેરે જર્મન તત્વવેત્તાઓનાં પુસ્તક વાંચી બૌદ્ધધર્મ વિષે તેના મનમાં પ્રેમ ઉત્પન્ન થયો હોવો જોઈએ એમ લાગે છે. રંગૂન પહોંચતાં વેંત એન્ટની યુટને (જ્ઞાનત્રિલોકે) પિતાની વાયોલિન અને એક પેટી ભરીને ગીત ફેકી દીધાં, અને ચુડેચાઉનમાં શામણેર થઈને રહ્યો. તેની બુદ્ધિ સતેજ હોવાથી ફક્ત શબ્દકોશ અને વ્યાકરણની મદદથી તેણે ધીમે ધીમે પાલિ ભાષાનું જ્ઞાન મેળવી લીધું. આ કામમાં તેને મારી પણ થોડી મદદ મળી. પણ તેના પિતાના પ્રયત્ન આગળ મારી મદદ કંઈ વિસાતની નહોતી. ઘણી વાર તે મારે પક્ષ લેત. બરમી લોકે હિન્દીઓને કલા * (પરદેશી) કહે છે. મને કોઈ એમ કહેતું તો તે તપી ઊઠતો. જે બુદ્ધના તમે ઉપાસક છે તે પણ કલા હતો એમ તે કહેતા. એક દિવસ અમે બેઉ દાગૂન ચિત્યનાં દર્શને ગયા હતા ત્યાં એક બરમી ગૃહસ્થ અમને અંગ્રેજીમાં પૂછયું, “તમે અમારે ધર્મ ક્યારે સ્વીકાર્યો?' જ્ઞાનત્રિલોકે તેને પૂછ્યું, “તમારો ધર્મ એટલે? તેણે કહ્યું, “અમારે બારમી ધર્મ.” . પરદેશીઓને બરમી લોકો “કલા' કહે છે, પણ પાછળથી આ શબ્દ હિન્દીઓ માટે જ વપરાવા લાગ્યા. અંગ્રેજોને તેઓ “શેરા” કહે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust