________________ મદ્રાસ અને બ્રહાદેશ 173 ખંતપૂર્વક દાન દેવાય છે. જે રસ્તે થઈને ભિક્ષુઓ ભિક્ષા કરવા નીકળનાર હોય છે તે રસ્તાને ધજાપતાકાથી શણગારવામાં આવે છે અને ઠેકઠેકાણે બરમી સંગીત, વાદ્ય ઈત્યાદિના સૂર કાને પડે છે. સ્તૂપ, ચૈત્ય, બૌદ્ધ મંદિર, વિહાર વગેરે આ દિવસોમાં ઘોળાય છે, મરામત થાય છે, અને દરેક ધાર્મિક બાબતમાં એક જાતની નવીનતા નજરે પડે છે. કહેવાની જરૂર નથી કે આ બધું જોઈને મારામાં ભારે પ્રસન્નતા આવી. પરંતુ મારા આનંદને સીમા હતી. કુશિનારા જવા ન મળતાં બ્રહ્મદેશ આવવું પડયું તેની મને મુદ્દલ ખેદ નહોતો. પણ રંગૂનમાં પગ મૂક્યો ત્યારથી અનુકૂળ રાક મળવાની પંચાત પડવા લાગી. ગૃહસ્થ શું, ભિક્ષુ શું, તમામ બારમી લેકે ખાસા માંસાહારી હોય છે. અગાઉ તો બરમી રાજ્યમાં ગમાંસની મનાઈ હતી. પણ અંગ્રેજી અમલ દરમ્યાન આ પ્રતિબંધ ન રહ્યાથી ઘણાખરા લોકો ગોમાંસ પણ ખાય છે. જ્યાં જાઉં ત્યાં માંસ સિવાય બીજી કંઈ પણ વસ્તુ એટલે ભાત જ મળે. આથી ડબ્બાનું જમાવેલું દૂધ (કન્ડેસ્ડ મિલ્ક) અને ભાત ઉપર જ ભજન ચલાવવું પડતું. ચુડેચાઉન વિહારમાં મારી અને જ્ઞાનત્રિલોકની બંનેની એકસામટા બે મહિના સુધી સરખી જ દશા હતી. અમારા વિહારમાં ભિક્ષુઓને ગામમાંથી ઉપાસકજન જે અન્ન મોકલતા તેમાંથી ભાત સિવાય અમને બીજી એક પણ વસ્તુ ખાવાલાયક ન મળતી. આથી અમારે વિહારનાં ઝાડનો પાલો કાઢી, તેને ડુંગળી સાથે સીઝવી, તેને ઉકાળો અને ભાત ખાવાનો ક્રમ રાખ પડ્યો.. ની પાલે કાઢી, તે રાખી 1 સીઝવી, તેનો વાસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust