________________ મદ્રાસ અને બ્રહ્મદેશ 17 મજૂરો તો ખાસ આનંદથી ગાતા હતા અને એકબીજાની ઠઠ્ઠામશ્કરી કરતા હતા. પણ આગબોટ ઊપડવાને એકાદ કલાક થયો હશે એટલામાં તે મારી સાથે આવેલા મદ્રાસી ગૃહસ્થને ઊલટી થવા માંડી ને બિચારાની મહાદશા થઈ પડી. તેમનું દુઃખ મારાથી જોયું જાય તેમ ન હતું. મેં આગબોટના મેનેજરને મળી અમારે બંનેને માટે ઉપરની ડેક પર બેસવાની પરવાનગી મેળવી. ત્યાં ગયા પછી પેલા ગૃહસ્થને કાંઈક આરામ જણાયો. પછીની સફરમાં અમને ઝાઝું વેઠવું ન પંડયું. ચોથે કે પાંચમે દિવસે અમે રંગૂન પહોંચ્યા. ઇરાવતીના મુખ આગળ આવતાં અમને દાગૂન (સ્વર્ણચૈત્ય) સૂપનો ચળકતે કળશ દેખાવા લાગ્યા. આ સૂપનાં વર્ણન મેં ખૂબ સાંભળ્યાં હતાં. અને તે જોવા માટે હું ઉત્સુક બન્યો હતો. પણ સૌ પહેલાં તો ઉતારાને જોગ કરવાનો હતો, તેથી બારેબાર આ ચિત્ય જોવા જવાય એમ નહોતું. બંદરે ઊતરીને પ્રથમ હું કયા વિહારમાં ગયા તે અત્યારે યાદ નથી, પણ ગેઈ વિનરેડ ઉપર આવેલ વિચિત્ર સ્થવિરના “અમ્બરુકખારામ” નામના વિહારમાં ગયેલો એમ લાગે છે. - જે દિવસે હું રંગૂન પહોંચ્યું તે જ દિવસે કે તેને બીજે દિવસે હું શ્રીમતી લાગ નામની બારમી વિદુષીને . મળવા ગયા. આ બાઈ મરહૂમ લાએંગ એકાઉન્ટન્ટ જનરલનાં પત્ની હતાં. બરમી પુરુષોમાં સૌથી પહેલા અંગ્રેજી ભણું આગળ આવનારા શ્રી. લાગ હતા. તેમાં તેમનાં પત્ની પણ અંગ્રેજી સરસ જાણવાવાળાં પહેલાં જ બારમી બાનુ હતાં. * . આ બાઈને બૌદ્ધધર્મ ઉપર ખૂબ શ્રદ્ધા હતી. અંગ્રેજી: મળી હતાં. બામ લાગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust