________________ 172 આપવીતી ભણવાથી તેની શ્રદ્ધા કલુષિત થવાને બદલે ઊલટી ઉજજવળ થઈ હતી. શ્રી. લાએંગને ધર્મજિજ્ઞાસા વિશેષ નહોતી. છતાં તેઓ પિતાની પત્નીને ધર્મના કામમાં છૂટે હાથે પૈસે વાપરતાં વારતા નહિ. શ્રીમતી લાગે એક છોકરીઓની નિશાળ કાઢી, અને તેમાં બદ્ધ છોકરીઓને સારુ ધાર્મિક શિક્ષણની પણ વ્યવસ્થા કરી હતી. ભિક્ષુઓને તે પુષ્કળ દાન આપતી. તેમાંયે પરદેશી ભિક્ષુ હોય તેને વિશેષ મદદ કરતી. આનંદમય નામને સ્કોટલેન્ડનો એક વિદ્વાને ભિક્ષુ રંગૂનમાં રહેતો હતો. તેને શ્રીમતી લાગ તરફની ઘણી મદદ હતી. બીજા ઍન્ટની ચુટે નામના એક જર્મન ગૃહસ્થ ખાસ બૌદ્ધધર્મનો અભ્યાસ કરવા આવ્યા હતા. તેને પણ આ બાઈએ ખૂબ મદદ આપી. પાછળથી એ ગૃહસ્થ શ્રામણેર થઈ રંગૂન પાસે ચિમિડાઈને ગામ છે ત્યાં ચુડોચાઉન નામના વિહારમાં રહેતા હતા. શ્રીમતી લાગે મને પણ તે જ વિહારમાં વિદાય કર્યો. કારણ કે જર્મને શ્રામણેર જ્ઞાનત્રિલોક (પાલિ માણતિલક) તે વખતે શાકાહારી હતા તેથી મને તેમની સાથે ઠીક ફાવશે એમ તેને લાગ્યું, . ચેમાસું લગભગ પૂરું થવા આવ્યું હતું. તોય વચ્ચે વચ્ચે એકાદ ઝાપટું પડતું. આ ઋતુમાં બ્રહ્મદેશના સૃષ્ટિસૌંદર્યની શોભા અલૌકિક હોય છે. જ્યાં જુઓ ત્યાં લીલાછમ ડાંગરના ક્યારડાઓ દેખાય. એકાદ ટેકરી ઉપર ચડી આસપાસનો રમ્ય પ્રદેશ જઈને ક્યા પરદેશી માણસનું મન આનંદમાં લીન ન થાય? ઉપરાંત બરમી લોકોની બૌદ્ધધર્મ ઉપરની શ્રદ્ધા જેવી હોય તો તે આ જ દિવસોમાં. શરદ . પૂનમથી દેવદિવાળીની પૂનમ સુધી જુદે જુદે ઠેકાણે ભિક્ષુઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust