________________ 170 આપવીતી કેમ કરે તે હું પહેલી જ વાર તેમની પાસેથી શીખ્યો. દ વગેરે પુસ્તકે તેમણે મને પોતાની કોલેજના પુસ્તકાલયમાંથી વાંચવા લાવી આપ્યાં. અને વાતચીત દ્વારા પિતાના વાંચનને મને સારો લાભ આપે. આ ઉપરાંત તેમનું વર્તન બહુ સરસ, પોતાને કોઈ પણ જાતનું વ્યસન નહિ અને તદ્દન નિખાલસ દિલને માણસ. ચાવવાના એક દેખાડવાના જુદા, એવા વર્તન પ્રત્યે તેમને ભારે તિરસ્કાર હતો. અગ્રેસર મદ્રાસી સુધારકામાં તેઓ ગણાતા. આવા ગૃહસ્થ પ્રત્યે હરકોઈને માન ઉપજે. મારા સિલોનના મિત્રોએ મને પૈસાની મદદ મુદ્દલ ન કરી એ અગાઉ કહ્યું છે. પણ પ્રેમાનંદ સ્થવિરે મારાં તમામ પુસ્તક પાર્સલ કરી મને મદ્રાસ મોકલી આપ્યાં. ફક્ત આ પુસ્તક જ મદ્રાસમાં ભારાં ખાસ મિત્ર હતાં તેથી મદ્રાસમાં અને તેને ઠીક ઉપયોગ થયો. પણ બ્રહ્મદેશ જતી વખતે તે ક્યાં સાચવવાં એ સવાલ થઈ પડ્યો. સાથે લઈ જવાં મુશ્કેલ હતાં, તથાપિ મેં તે સાથે લઈ જવાનું ઠરાવ્યું. * કબર (1903) મહિનાની અધવચમાં (૧૨મી તારીખ હશે) હું બ્રહ્મદેશ જવા ઊપડ્યો. પંડિત અધિદાસ વગેરે મને બંદરે વળાવવા આવ્યા. તેમના ઓળખીતા કઈ મદ્રાસી ગૃહસ્થ એ જ આગબેટમાં જતા હતા. પંડિત અધિદાસે તેમની જોડે મારી ઓળખાણ કરાવી દીધી, અને તે મને સંભાળીને લઈ જશે એમ કહ્યું. અમારી આગબોટ બપોરે બે વાગ્યાને સુમારે ઊપડી. બેટમાં બ્રહ્મદેશ જનારા મજૂરોની એટલી તો ભીડ હતી કે ત્રીજા વર્ગમાં એક તસુ પણ જગ્યા ખાલી નહતી. હવા મળવી પણ મુશ્કેલ હતી. મદ્રાસી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust