________________ મદ્રાસ અને બ્રહાદેશ 119 રહે. એક વખત કંઈ વાત ઉપરથી વાત નીકળતાં ભાઈસાહેબ ભિક્ષુઓ ઉપર ઊતરી પડ્યા.. ભિક્ષુ માત્ર નકામા, નર્યા ઈજિપ્તનાં મમી, (ઈજિપ્તમાં મસાલો ભરીને રાખી મૂકેલ મડાંઓને “મમી' કહે છે.) એવું કંઈ કંઈ બોલ્યા. હું પણ તેણે મને કેદીની માફક રાખ્યાને સારુ તેની સાથે વઢી પડ્યો. આ બેલાચાલીને લીધે અમારી મૈત્રી તો ન તૂટી, પણ મેં મદ્રાસ છોડવાનો નિશ્ચય કરી નાખે. . - મદ્રાસી લોકો તરફથી બીજે જવા સારુ મદદ મળવી મુશ્કેલ હતી. કારણ સિંગારલૂ આડા આવે. તેથી બીજે કંઈ ને કંઈ ઉપાય શોધવો જરૂરનો હતો. મદ્રાસમાં કેટલાક બરમાં વિદ્યાર્થીઓ રહેતા હતા. તેઓ એક બે વખત મને મળવા આવેલા. તેમનું કહેવું એમ હતું કે, “બીજા કોઈ ભિક્ષુઓ નહિ એવી સ્થિતિમાં હું એકલો મદ્રાસમાં રહું એ બરાબર નથી. બ્રહ્મદેશમાં અસંખ્ય વિહારો છે. ત્યાં જવાથી મારા અભ્યાસને પણ મદદ થશે.” આ વિદ્યાર્થીઓ અને કલકત્તા જવામાં મદદ નહિ કરે એવી મને ખાતરી હતી. પણ બ્રહ્મદેશ જવા સારુ મદદ કરે ખરા એમ લાગ્યું; આથી પંડિત અધિદાસના છોકરાને મોકલી આ બાબત તપાસ કરાવી. તેમણે ફાળે કરી આગબોટનું ભાડું કરી આપવા વચન આપ્યું. એટલે તરત જ મેં બ્રહ્મદેશ જવાની તૈયારી કરી. . મદ્રાસમાં એકાદ દેશનિકાલ થયેલા કેદીની માફક મારા દિવસો ગયા. દુઃખમાં સુખ એટલું જ કે પ્રો. લક્ષ્મીનરસુના સહવાસથી મને કંઈક લાભ થયો છે. નરસુ દર શુક્રવારે સાંજે પાંચ વાગ્યે બૌદ્ધાશ્રમમાં આવતા અને મને વાંચવા આપવા સારુ ડાં પુસ્તકો સાથે લાવતા. તુલનાત્મક અભ્યાસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust