________________ 167 મદ્રાસ અને બ્રહ્મદેશ સાફ ના કહી. તેમણે કહ્યું: “અહીંની સભા તદ્દન મુફલિસ છે તે તમને મદદ કરી શકશે નહિ.” માત્ર સિલોનથી પૈસા આવે ત્યાં સુધી મને પિતાને ત્યાં રહેવા દેવાની તેમણે હા કહી. પણ બીજે કે ત્રીજે દિવસે તેમને આ વિચાર પણ બદલાયા અને મદ્રાસમાં એક નવી સંસ્થા ઉઘાડી મને ત્યાં જ રાખવાની નવી જ કલ્પના તેમણે કાઢી. મેં તે સિલોનના અનેક મિત્રોને કલકત્તે જવાની ખરચી સારુ કાગળ લખ્યા, પણ કોઈન તરફથી કાગળને જવાબ સરખો ન મળે. અગર તે જવાબ આવ્યો તેમના તરફથી પણ પિસા સંબંધી કશી જ મદદ ન મળી. હવે સિંગારવેલૂની વાત કબૂલ કર્યા સિવાય છૂટકે રહ્યો નહિ. તે વખતે તેના ઘરની પડખે જ એક કાનડી બ્રાહ્મણનું ઘર ખાલી હતું. ત્યાં તેણે મારા રહેવાની વ્યવસ્થા કરી. જમવાનું તો તેમને જ ઘેર થતું. પણ આ મદ્રાસી ખોરાકથી મારી તબિયત સિલોનના કરતાં પણ વધુ બગડી. મારા શરીરમાંથી શક્તિ દિવસે દિવસે * ઘટવા માંડી. છતાં મેં અહીં મહેનત કરીને અંગ્રેજીનો અભ્યાસ ચલાવ્યો. કોઈ શીખવનાર નહોતું, મેં જાતે જ શબ્દકોશની મદદથી પ્રયત્ન ચાલુ રાખે. મદ્રાસમાં તે વખતે “મદ્રાસ મહાબોધિ સભા” નામની એક બૌદ્ધ સંસ્થા હતી. પ્રો. લક્ષ્મીનારસુ નાયડુ તેના પ્રમુખ અને સિંગારવેલૂ મંત્રી હતા. વૈશાખી પૂનમને દિવસે બુદ્ધને બુદ્ધપદ પ્રાપ્ત થયું, તેથી તે દિવસે ઊજવવા ઉપરાંત બીજું કંઈ પણ કામ આ સભા કરતી નહિ. આ ઉત્સવને ખરચ બ્રહ્મદેશના પ્રસિદ્ધ વેપારી માંગ આપતા. મદ્રાસમાં પારિયા (અસ્પૃશ્ય) જાતના અનેક લોકોએ બૌદ્ધધર્મ સ્વીકાર્યો હતો. તેમના આગેવાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust