________________ આપવીતી નહિ, તેમ પાલિ ભાષામાં બોલનાર ભિક્ષઓ સુધ્ધાં જડવા મુશ્કેલ, તેથી બોલવાચાલવાની જ મોટી મુશ્કેલી થઈ પડત. ઉપર કહેલા મહાવીર ભિક્ષને ધર્મદાસ નામે એક પંજાબી શિષ્ય બૌદ્ધધર્મનો અભ્યાસ કરવા સિલોનમાં આવ્યો. આવતાં વેંત તે સિંહલી લોકોના ખાણાથી કંટાળી ગયો. તેણે મને મહાવીર ભિક્ષની અને કુશિનારાની ધર્મશાળાની માહિતી આપી. હું ત્યાં જાઉં તો મારી બધી સગવડ થશે એટલું જ નહિ, પણ ધ્યાનભાવનાદિને માટે મને પૂરતો વખત પણ મળશે - એમ તેનું કહેવું હતું. તેથી પહેલાં કલકત્તે જઈ ત્યાંથી કુશિનારા જવાને મેં મનસૂબો કર્યો. પણ મારા દેવની મહેરનજર હજુ મારા પર ફરી નહોતી તેથી ભારે નવે જ ઠેકાણે કેમ જવું પડ્યું, તે આ પ્રકરણમાં. કહેવાનું છે. શ્રી. સુમંગલાચાર્યને મેં મારા વિચાર જણાવ્યા. મારી વાત સાંભળી તેમને બહુ દુઃખ થયું અને નાખુશીપૂર્વક જ તેમણે મને રજા આપી. પાસે પૈસા ન રાખવા એવો મારો નિશ્ચય હતો. તે મુજબ સાથે કંઈ પણ ન લેતાં ફક્ત ત્રણ ચિવ (ભિક્ષનાં વસ્ત્રો) અને ભિક્ષાપાત્ર લઈ તા. ૨૬મી માર્ચ ૧૯૦૩ને રોજ હું નીકળ્યો. ધર્મપાલના પિતાએ મને મદ્રાસ સુધીની બીજા વર્ગની ટિકિટ કઢાવી આપી. બીજા એક મિત્રે રસ્તામાં માતા માટે બિસ્કૂટ વગેરે ચીજ આપી. મદ્રાસના એમૅર સ્ટેશનથી શ્રી. સિંગાવેલૂના ઘર સુધી હું ચાલતો ગયો. થોડું થોડું અંગ્રેજી સમજતો થયો હોવાથી સિંગારવેલૂનું કહેવું સમજવામાં મને બહુ અડચણ ન પડી. તેમણે મને જમાડો તો ખરો, પણ કલકત્તાની ટિકિટ આપવાની ને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust