________________ 13 મદ્રાસ અને બ્રહ્મદેશ ઉત્તર હિંદુસ્તાનમાં ભેજપુરને રહીશ કોઈ મહાવીર નામને ક્ષત્રિય ગૃહસ્થ મલ્હારરાવ ગાયકવાડની પાસે હતો. તેને કુસ્તી વગેરે મર્દીની ખેલો સરસ આવડતા; અને તેથી જ મલ્હારરાવની મહેરબાની તેના ઉપર થયેલી. આગળ જતાં મલ્હારરાવને મદ્રાસ લઈ ગયા બાદ મહાવીરે વડોદરા છોડયું અને બીજા એક સોબતી સાથે તે ફરતો ફરતો સિલોન આવ્યો. મહાવીર સિલોનમાં સાત આઠ વર્ષથી રહેતો હતો. ત્યાં તેને કેટલાક ભિક્ષુઓનો સમાગમ થયો. પરિણામે મહાવીરે ભિક્ષુની દીક્ષા લીધી અને પોતે સ્વદેશ પાછો ફર્યો. કલકત્તામાં તેની એક મઢી હતી. કલકત્તામાં રહેતા એક સિંહલી સદ્ગુહસ્થ, આ કુટીમાં રહેનારા ભિક્ષુના ખરચ માટે દર મહિને વીસ રૂપિયા આપવા, એવું પિતાના મૃત્યુપત્રમાં લખ્યું હતું. આ રકમ કેટલાંય વર્ષ સુધી સરકારી તિજોરીમાં ભેગી થતી રહી; અને મૃત્યુપત્રનો ફેંસલો થયે ત્યારે સામટી મહાવીર ભિક્ષુના હાથમાં આવી. ભિક્ષુ વિમાસણમાં પડ્યો કે હવે આ પૈસાનું શું કરવું? અંતે તેણે બૌદ્ધોના ઉપયોગ સારુ તેનો વિનિયોગ કરવાનું ઠરાવી બુદ્ધગયા અથવા કાશી જેવા ધામમાં બૌદ્ધ જાત્રાળુઓને ઊતરવા સારુ એકાદ ધર્મશાળા બાંધવાનો વિચાર કર્યો. પણ આ બંને સ્થાનમાં બૌદ્ધોનાં સ્થાનની આસપાસ ક્યાંયે તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust