________________ 162 આપવીતી મળતાં તે ખાસ શ્રી. સુમંગલાચાર્યને મળવા આવ્યા. આ વખતે વિદ્યોદય વિદ્યાલયમાં કૌન્ડિન્ય નામનો એક જ જાપાની વિદ્યાર્થી હતો. બીજા ચાર પશ્ચિમ કિનારે જુદાં જુદાં ગામોમાં રહેતા હતા. પોકુશિમાએ આચાર્યને મળી ગરીબ જાપાની વિદ્યાથીઓની આવડી સહાય કર્યા માટે શ્રી. સુમંગલાચાર્યને ભારે ઉપકાર માન્યો. અને પોતે ખાસ એટલા જ ખાતર - આશ્રમમાં આવ્યા છે એમ કહ્યું. આમ એક બાજુ એક સુશિક્ષિત હિંદી ગૃહસ્થ મારા જેવા વિદ્યાર્થીને વિષે વગર લેવેદે ખાસ ગેરસમજ ઉત્પન્ન કરાવે, અને બીજી બાજુ એક મેટ જાપાની લશ્કરી, પોતે જેનું કોઈ કાળે મેં પણ જોયું નથી એવા ગરીબ જાપાની વિદ્યાથી ઉત્તેજન પામે એટલા ખાતર, વિદ્યાલયની ખાસ મુલાકાત લઈ આચાર્યને અનેક રીતે આભાર માની પિતાના દેશના વિદ્યાર્થીઓ માટે ભલામણ કરે, આ બે વસ્તુઓની તુલના કરીએ ત્યારે જ આપણને સમજાય છે કે આપણું કેળવાયેલા વર્ગમાં પણ જાતિભેદ કે સ્વદેશપ્રેમની આડે આવે છે. ' શ્રી. સિંગારવેલૂની મુલાકાત પછી થેડા જ દિવસમાં વિહારના ભેજન ઉપર આધાર ન રાખતાં મેં ભિક્ષા ઉપર ભારે નિર્વાહ ચલાવવા માંડયો. ભિક્ષનો એ ધર્મ હોવાથી આચાર્યો કશો વાંધો ન લીધો. ભિક્ષામાં રાંધેલું અન્ન - ખાસ કરીને– ભાત જ મળતો. શાકભાજી વગેરે વિહારમાંથી અપાતું. ઉપરાંત સવારે દૂધ, ચેખાની રોટલી (આને “આમ્પ' કહે છે, ગોવામાં પિળા કરીને જે વસ્તુ બનાવે છે તેના જેવી આ હેાય છે.) અને એક બે કેળાં વિહારમાંથી જ આપવામાં આવતાં. પણ સિલોની લેકોનો મુખ્ય ખોરાક જે બેવડા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust