________________ 160 આપવીતી : - - પાળવા જોઈએ. તેમાં ખલન ચાલે નહિ. કામરને માત્ર દસ નિયમ પાળવા પડે છે. અને જેકે સંધને લગતાં કામમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર તેને નથી હોતો, તથાપિ વિહારમાં બીજી અનેક સગવડ મળી શકે છે. અધ્યયનની ખાસ સગવડ મળે છે. શ્રામણેર થયા પછી બીજી કશી ભાંજગડમાં ન પડતાં હું બધો વખત પાલિગ્રંથ વાંચવામાં ગાળવા લાગ્યો. થોડા જ દિવસમાં કેટલાયે ભિક્ષુઓ સંસ્કૃત શીખવા માટે મારી પાછળ લાગ્યા. તેમને રાત્રે એક કે બે કલાક હું “કૌમુદી” અને “તર્કસંગ્રહ’ શીખવત ને બાકીનો બધે વખત પાલિ ભાષાના અભ્યાસમાં ગાળતો. * જમવાખાવાની વ્યવસ્થા આશ્રમમાં થતી હતી એટલું જ નહિ, પણ મારે જરૂરનાં પુસ્તકો પણ ગૃહસ્થ અને ભિક્ષુઓ . પાસેથી મળી રહેતાં. પણ આમાં અચાનક વિઘ આવ્યું. તે આ પ્રમાણે. ભદ્રાસની મહાબોધિ સભાના મંત્રી શ્રી. સિંગારેલૂ કંઈ કામસર વિલાયત ગયા હતા. તે જતી વખતે કે આવતી વખતે એક દિવસ કોલંબો રેકાયા અને અમારા આચાર્યને મળવા વિદ્યોદય આશ્રમમાં આવ્યા. શ્રી. સુમંગલાચાર્યને તો તેઓ ન મળી શકયા પણ બીજા આચાર્ય દેવમિત્ર સ્થવિરની તેમણે મુલાકાત લીધી. તેમની સાથે કોઈ અંગ્રેજી જાણનાર * 1. અહિંસા, 2. અસ્તેય; 3. બ્રહ્મચર્ય, 4. સત્ય; 5. માદક ચીજોનું સેવન ન કરવું, 6. મધ્યાહ્ન પછી ન જમવું; 7. મનોવિકાર જગાડનાર નૃત્ય, ગીત, તેમ જ વાદ્યથી દૂર રહેવું; 8. માલા, ગંધ, અલંકાર ઇનો ઉપગ ન કરો; 9. ઊંચાં અને કીમતી બિછાનાંઓ પર ન સૂવું; અને 10. સેનું, રૂપું ગ્રહણ ન કરવું. ભા૦ ક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust