________________ . વિદ્યોદય વિદ્યાલય સિલોની ગૃહસ્થ આવ્યા હોવા જોઈએ. કારણ તે વગર તેમની એકબીજા વચ્ચે વાતચીત થઈ શકી ન હત' ઇધરતિધરની વાતો થયા પછી દેવમિત્ર સ્થવિરે તેમની આગળ મારાં વખાણ કર્યા હશે. આ સાંભળી સિંગાલૂએ એવી મતલબની સલાહ આપી કે, “હિંદુસ્તાનના બ્રાહ્મણે મહાજૂઠા અને લબાડ હોય છે. તેમની કંઈ વિશ્વાસ નહિ. આ માણસ સાવ બાળભેળો દેખાતો હોય તો પણ તેનો વિશ્વાસ નહિ કરતા. એ બ્રાહ્મણ છે એટલું હમેશાં યાદ રાખજે.” તે જ દિવસે દેવમિત્ર વિરે સિંગારલૂના–મહાબોધિ સભાના મંત્રીના - આ મતથી સૌ કોઈને વાકેફ કરી દીધા. શ્રી. સુમંગલાચાર્ય ઉપર તો તેની કશી અસર ન થઈ. પણ કેટલાક લોકોને વિશ્વાસ મારા ઉપરથી ઊઠી ગયો ખરો. | મારે કાને જ્યારે આ વાત આવી ત્યારે મને તરત જ લાગ્યું કે હવે મને અહીં નિતનવી મુશ્કેલીઓ આવવાની. મુશ્કેલીઓની તે મને જરાય ફિકર ન લાગી, પણ સિંગારવેલૂ જેવો કેળવાયેલો હિંદી આવું આત્મઘાતી વર્તન ચલાવે એ વાતનું મને અતિ દુઃખ થયું. જે ગૃહસ્થ મને આદરપૂર્વક પિતાને ઘેર સત્કારેલો, જમાડેલો, જેણે તુતિકારીનના દા. મુદલિયાર ઉપર કાગળ આપી મને કૉરેન્ટીનમાંથી બચાવેલો, તે જ માણસ, કેવળ હું બ્રાહ્મણ છું, એટલા જ સારુ મારે વિષે સિલોની લોકોમાં બેટી છાપ પાડે એનું મને સખેદાશ્ચર્ય થયું. આ જ અરસામાં બીજો એક બનાવ બન્યા. જનરલ પોકુશિમા કરીને એક પ્રખ્યાત જાપાની દ્ધા જર્મનીથી સ્વદેશ જતાં કોલંબો ઊતર્યા. અમારા આશ્રમમાં કેટલાક ગરીબ જાપાની વિદ્યાર્થી પાલિ ભાષાનો અભ્યાસ કરે છે એવી તેને ખબર 24192. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust