________________ વિદ્યોદય વિદ્યાલય 159 પોતાના માવળાઓ સાથે સિંહગઢ ઉપર ચઢી ગયા પછી સૂર્યાએ કિલ્લાની રાંગમાં ભેરવેલી દેરનિસરણીઓ કાપી નાંખી, અને લડાઈમાંથી પાછા ભાગવા માગનાર કઈ રડ્યાખડ્યાને સારુ પણ ઔરંગઝેબના માણસો સાથે લડીને માર્યા કે મર્યા સિવાય બીજો કશો રસ્તો રહેવા દીધો નહોતો, એ વાત મરાઠા ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. કરેલા નિશ્ચયથી ચળવા માગનારી મનોવૃત્તિઓને પણ આવી જ કંઈ ને કંઈ યુકિતથી ઠેકાણે આણ્યા વગર ઉપાય નહતા. દીક્ષા લઈ ભિક્ષ થઈ જાઉં તો આ પ્રશ્નને નિકાલ થઈ જાય એમ હતું. દુનિયાદારી તરફ વળતી મનોવૃત્તિઓની નિસરણી કાપી નાંખવાને આ સિવાય બીજો એક ઉપાય નહતો. ભિક્ષુ થવાથી વિહારમાં પણ છૂટથી રહેવું બની શકે એમ હતું. અને વિનયાદિ ગ્રંથો શીખવાનું પણ સહેલું થઈ પડત. પણ આ કામમાં અનેક મુશ્કેલીઓ હતી. બૌદ્ધ પ્રથા મુજબ દીક્ષા લેનારે પ્રથમ માની રજા મેળવવી જોઈએ. તે મળે એમ નહોતું. જેણે મને સિલોન મેકલ્યો તેની પણ મંજૂરી જોઈએ. છેવટે શ્રી. સુમંગલાચાર્યે બાબુ નરેન્દ્રનાથ સેનને કાગળ લખી આ બાબત તેમની મંજૂરી માગી. નરેન્દ્રબાબુએ પોતાના કાગળમાં મોરી ખૂબ સિફારસ કરી પિતાની સંમતિ આપી. માની રજા બાબતમાં પણ બીજા એક શાસ્ત્રનો આધાર ખોળી કાઢવામાં આવ્યો અને શ્રી. સુમંગલાચાર્યે મને શ્રામણેરની દીક્ષા આપી. - બૌદ્ધધર્મમાં એક વાર દીક્ષા લીધેલા ભિક્ષુએ આખી જિંદગી સંન્યાસી રહેવું જ જોઈએ એવો નિયમ નથી. માત્ર જ્યાં સુધી ભિક્ષુ તરીકે રહે ત્યાં સુધી તેણે સંઘના તમામ નિયમ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust