________________ વિદ્યોદય વિદ્યાલય 157 વચ્ચે સાસણ પ્રાંતના સમુદ્રકિનારો મને યાદ આવ્યો. ગાલેમાં અમે બે કે ત્રણ દિવસ રહ્યા. અહીં મેં એક ચમત્કાર જોયો. ગોવામાં જેમ કાજુનાં ઝાડ ડુંગર ઉપર ઊગે છે તેમ અહીં સોપારીનાં ઝાડ વગર પાણી પાયે ઊગતાં મેં જોયાં. તપાસ કરતાં માલૂમ પડયું કે, આ દેશમાં બારે માસ વરસાદ પડતો હોવાથી કેળ, સોપારી અને એવાં જ બીજાં ઝાડોને પાણી પાવાની કશી જ જરૂર નથી રહેતી. ગાલ્લેથી અમે આચાર્યના હિક્કડુ ગામે ગયા અને ત્યાં એક દિવસ રહી પાછા કોલો આવ્યા. આ મુસાફરીમાં મને અનેક વિદ્વાન ભિક્ષનો સમાગમ થયો. અને કેટલાકે તો પોતે સુધારીને છપાવેલ પાલિગ્રંથ મને આદરપૂર્વક ભેટ આપ્યા. * તા. રરમી મે ૧૯૦૨ને રોજ વૈશાખી પૂનમ હતી.' આ દિવસને બૌદ્ધ લોકે બહુ પવિત્ર માને છે. કેમકે આ જ દિવસે રાજકુમાર સિદ્ધાર્થને ગયા આગળ નૈરંજરા નદીને કાંઠે એક પીપળાના ઝાડ નીચે ખરા ધર્મમાર્ગનું જ્ઞાન થયું અને . તેઓ બુદ્ધ થયા. પૂનમ પહેલાં બે ચાર દિવસ અગાઉથી વિદ્યોદય વિહારને શણગારવા માટે બૌદ્ધ ઉપાસકો મારફત ભારે તૈયારીઓ ચાલી. સભામંડપ, ગ્રંથસંગ્રહાલય વગેરે સ્થાનો ધજાપતાકાઓથી શણગારવામાં આવ્યાં. આ દિવસે બોલવા સારુ મેં એક સંસ્કૃત કાવ્ય લખીને શ્રી. સુમંગલાચાર્યને . * આ કાવ્ય ફરીથી મે, ૧૯૨૬ના વિદ્યોદય” માસિકના અંકમાં વૈશાખી પૂનમ નિમિત્તે પ્રસિદ્ધ થયું છે. એ કાવ્ય તેમાંથી ઉદ્ભૂત કરી પાછળ પરિશિષ્ટરૂપે આપ્યું છે. આજે પણ આ કાવ્ય ખૂબ પ્રેમપૂર્વક સિલોનમાં ગવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust