________________ 158 આપવીતે બતાવ્યું. તેમને તે ઘણું જ ગમ્યું. “સિંહલ સમય'ના તંત્રીએ તે સિંહલી ભાષામાં ઉતારી લઈ પોતાના પત્રમાં પ્રગટ કર્યું. આથી અનેક લોકોને મારી જાણ થઈ અને સંસ્કૃત ભાષા થોડીઘણું જાણનારા ગૃહસ્થો અને ભિક્ષુઓએ મારી ખૂબ તારીફ કરી. આમ સિંહલી લોકેએ મારું જે ગૌરવ કર્યું તેની તેમ . જ મારી એકંદર પરિસ્થિતિની મારા મન ઉપર સારી અસર ન થઈ. મારું મન દુનિયાદારી તરફ ખેંચાવા લાગ્યું. સંસ્કૃત ભાષા શીખવવાનો બંધ કર્યો હોય તે સહેજે મને દર મહિને સાઠ સિત્તેર રૂપિયા મળે એમ હતું. અને તેટલા પર સિલેનના એકાદ ગામમાં રહીને મારા કુટુંબન નિર્વાહ મારાથી ભલીભાતે થઈ શકત; પણ તેમ કરવામાં પાલિ ભાષાને અભ્યાસ મેલી દેવો પડત અને ફરી સ્વદેશ પાછા જઈ વસવાને વિચાર પણ હંમેશને માટે છેડી દેવો પડત. પૂવાથી નીકળતી વખતે મેં બે સંકલ્પ કર્યા હતા. એક તો, દેહમાં પ્રાણુ હોય ત્યાં સુધી બૌદ્ધધર્મનું જ્ઞાન સંપાદન કરવાના પ્રયત્નમાં પાછા હઠવું નહિ, અને બીજો, જે એ ધર્મનું જ્ઞાન સંપાદન કરી શકાય તો મારા મહારાષ્ટ્રબંધુઓને તેની લહાણ કરવી. પણ સિલેનમાં જ ઘરસંસાર માંડી રહેવાના વિચારે મારા આ બેઉ સંકલ્પો ઉપર એકાએક છાપો માર્યો. અને મારી અંતઃકરણરૂપી રણભૂમિ ઉપર ભીષણ યુદ્ધ ચાલ્યું. આ લડાઈની વિગત દશ્ય લડાઈઓના જેવી રમ્ય ન હોવાથી તે બધી અહીં વર્ણવીને હું વાચકોને કંટાળે નહિ આપું. એટલું જ કહેવું બસ થશે કે, અંતે પૂનામાં કરેલા નિશ્ચયનો જય થયો અને દુનિયાદારીના વિચારે માત થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust