________________ બૌદ્ધક્ષેની યાત્રા દાખલ કરવાની વિધિ થયે તે વખતે માલમીનના પ્રસિદ્ધ બરમી વેપારી માંગ હોએ ખૂબ પૈસે ખરચ્યો હતો, પણ આ વખતે કુમારસ્થવિરની મંજૂરી વગર એક રાતી પાઈ પણ તે નહિ ખરચે એવી મને ખાતરી હતી. આથી ટિકિટના પૈસાને સારુ હું તેમની પાસે ન ગયો. ચિત્તગાંવના કેટલાક બૌદ્ધ વેપારી રંગૂનમાં રહેતા હતા. આ લોકોના બધા આચારવિચાર બંગાળી લોકોના જેવા હતા. માત્ર ધર્મો જ તેઓ બૌદ્ધ હતા. તેમની જોડે મારે સાધારણ ઓળખાણ હતી. એક દિવસ તેમની પાસે જઈ મેં તેમને મારો કુશિનારા જવાનો વિચાર જણાવ્યા અને તેમણે ખુશીપૂર્વક આગબોટનું ત્રીજા વર્ગનું ભાડું આપવા કબૂલ કર્યું. - ત્યાર પછી થોડે જ દિવસે મારાં પુસ્તકો વગેરે સામાન સાથે લઈ હું રંગૂનથી કલકત્તે આવ્યા. કયે દિવસે કલકત્ત પહોંચ્યો તે અત્યારે યાદ નથી. પણ ૧૯૦૪ના જાન્યુઆરીની . શરૂઆત હશે. તે વખતે ધર્મપાલ જાપાન, અમેરિકા વગેરે દેશોના પ્રવાસે નીકળ્યા હતા. અને તેમની ગેરહાજરીમાં મહાબોધિ સભાનું કામ અનવરત્ન નામના એક સિંહલી યુવકને હિસ્તક હતું. આ ગૃહસ્થ બહુ અવ્યવસ્થિત હતા એવા ખબર મને પાછળથી મળ્યા. પણ આ વખતે તેના સ્વભાવનું પારખું થવાનું સાધન નહોતું. સભાગૃહમાં ઊતર્યો. પણ જમવાખાવાની અગવડ તે જ દિવસથી જણાવા લાગી. અનવરને મારી કશીયે સગવડ કરી નહિ. મને પણ આ વખતે અગાઉની પેઠે “મારું શું થશે એવી મુદ્દલ પરવા નહોતી. હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીનું જરૂરનું જ્ઞાન થઈ ગયું હેવાથી, ઉત્તર હિન્દુસ્તાનમાં કોઈ પણ જગ્યાએ મુસાફરી કરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust