________________ 148 . આપવીતી કેઈનામાં હિમ્મત નહોતી ત્યાં હવે બૌદ્ધ વિહાર સ્થપાવા લાગ્યા. વળી જો કે ફર્નાદ, સિલ્વા વગેરે પોર્ટુગીઝ નામો કાયમ રહ્યાં, છતાં અનેક કેળવાયેલા આબરૂદાર માણસો પિતે બૌદ્ધ છે એમ છડેચોક કહેવામાં ખંચાતા અટક્યા. કોલંબોમાં જે નવા વિહાર સ્થપાયા તે બધામાં માલિગાકંદમાં શ્રી. સુમંગલાચાર્યો સ્થાપન કરેલ વિહાર શ્રેષ્ઠ છે. આને જ લોકે આજે વિદ્યોદય વિદ્યાલય કહે છે. બીજા વિહારની પેઠે કેવળ બુદ્ધમૂર્તિની તેમ જ જે ઝાડ નીચે બુદ્ધ ભગવાન બેઠા હતા તેની ડાળીનાં બીમાંથી * પીપળાની પૂજા કરવા સારુ અને ગૃહસ્થાશ્રમીઓને આશીર્વાદ દેવા સારુ આ વિદ્યોદય વિદ્યાલયની સ્થાપના નહોતી. અહીં ભિક્ષુઓને અને ગૃહસ્થોને પાલિ તેમ જ સંસ્કૃત ભાષાનું શિક્ષણ અપાય છે. આથી સિલોનમાં આળસુ થઈ પડેલા ભિક્ષુઓમાં જોતજોતામાં જ ધર્મજ્ઞાનને સારે પ્રચાર થયો છે. વિદ્યોદય વિદ્યાલયને સંસ્થાપક શ્રી. સુમંગલાચાર્ય ગાલ્લે શહેર આગળના હિકડુ ગામમાં જન્મ્યા હતા. બધાં ભાંડુઓમાં તે શરીરે નિર્બળ હોવાથી તેમના વાલીઓએ તેમને સંસાર-વહેવારની જિંદગીને સારુ અગ્ય માની નાની ઉમરમાં જ બૌદ્ધ વિહારમાં મોકલી શ્રામરની દીક્ષા અપાવી. તે કાળે જે છોકરાના ભવિષ્ય વિષે બહુ આશા ન લાગે તેવાને તેનાં માબાપ વિહારમાં એકાદ ભિક્ષુને સોંપતાં; ત્યાં તે ભિક્ષ તરીકે વિહારની ઊપજ ઉપર સુખે જિંદગી ગાળે એવી પ્રથા પડી . * બુદ્ધગયામાંથી પીપળાના ઝાડની ડાળી અશોકપુત્ર મહેન્દ્ર સિલોનમાં અનુરાધપુરમાં રોપી. અને ત્યાં ઊગેલા ઝાડમાંથી નીચે ખરતાં બી લાવીને બૌદ્ધ વિહારમાં રેપવામાં આવે છે. - ભા. ક. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust