________________ વિદ્યોદય વિદ્યાલય બીજી તારીખે વિક્રમરાજસિંહના સરદાર સાથે અંગ્રેજ સરકારે જે સંધિ કરી તેમાં એક કલમ એવી હતી કે, બૌદ્ધધર્મને અંગ્રેજો તરફથી કશો ધક્કો ન પહોંચવો જોઈએ. આ કલમ વેપારી સ્વભાવના અંગ્રેજોને નડી નહિ. તેમણે બૌદ્ધ વિહારને અગાઉના રાજાએ આપેલાં ઈનામે કાયમ કર્યા અને તેના ઓચ્છ વગેરેમાં કશો અંતરાય નાંખે નહિ. પણ બૌદ્ધધર્મ નાસ્તિક હોવાથી તે નકામે છે, એવો જ ખ્યાલ ઘણાખરા બ્રિટિશ અમલદારોના મગજમાં રહી જવાથી બૌદ્ધધર્મનું જ્ઞાન મેળવવાની ઈચ્છા કેાઈને થઈ નહિ. પણ જે ટરનર જેવા અંગ્રેજ પંડિતોએ પોતાના દેશવાસીઓનું બૌદ્ધધર્મ વિષેનું અજ્ઞાન લાંબો વખત સુધી ટકવા દીધું નહિ. સિલોનની તમામ રાજ્યસત્તા અંગ્રેજ સરકારના હાથમાં આવી ત્યારથી પચાસ વર્ષની અંદર તો પાલિભાષાના કેટલાય ગ્રંથનાં અંગ્રેજીમાં ભાષાંતર થયાં. અને તે સાથે જ બૌદ્ધધર્મ નકામો છે એ ખ્યાલ પણ નાબૂદ થતો ગ. ગૌતમબુદ્ધના ઉપદેશમાં અનેક વસ્તુઓ ગ્રહણ કરવા યોગ્ય છે એમ તે વખતના કેટલાક ઉદાર બ્રિટિશ અમલદારે માનવા લાગ્યા અને તેમણે બૌદ્ધ ગ્રંથોના અભ્યાસને યથાશક્તિ ઉત્તેજન આપ્યું. સર મથુકુમાર સ્વામી, જેમ્સ દે આદિવસ, રેવરંડ ગેજર્સે વગેરે પંડિતોએ ઓગણીસમી સદીના પાછલા ભાગમાં અંગ્રેજી ભાષાંતર દ્વારા બૌદ્ધધર્મની જે બધી માહિતી પ્રસિદ્ધ કરી, તે સિલોનના બ્રિટિશ મુત્સદ્દીઓની ઉદાર નીતિનું જ ફળ માનવું જોઈએ. ' આ બધી બાબતનું બૌદ્ધ લોકે ઉપર સારું પરિણામ આવ્યું. કોલંબ જેવા સ્થળમાં, પોતે બૌદ્ધ છે, એમ કહેવાની P.P.AC. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust