________________ વિદ્યોદય વિદ્યાલશે. રાંધીનગર, વિરાજ સવાલ પૂછળ્યા. મારા જવાથી તેમને સંતોષ થયો હોય એમ લાગ્યું. તેમણે તેમના વિહારમાં આવી રહેવા કહ્યું તથા ત્યાં જમવાખાવાની સગવડ પોતે કરી આપશે એવું આશ્વાસન આપ્યું. બીજે દિવસે હું વિદ્યોદય વિદ્યાલયમાં રહેવા ગયે. ત્યાં બૌદ્ધ મંદિરના પાછલા ભાગમાં એક ઓરડી હતી તે દુરસ્ત કરાવી મને રહેવા માટે આપવામાં આવી. તે દિવસે અમારા આચાર્યના પરિવેણુ (રહેવાની જગ્યાની પાછળની ઓશરીમાં મને એક ચિનાઈ રામપાત્રમાં જમવાનું આપવામાં આવ્યું. ઠીકરાના વાસણમાં જમવાનો આ પહેલે જ પ્રસંગ હોવાથી તે ભજન તરફ જોતાં જ મને કમકમાટી છૂટી. બુદ્દે રાજગૃહ નગરીમાંથી પહેલે જ દિવસે માગી આણેલું જુદી જુદી જાતનું ભિક્ષાનું અન્ન ખાતી વેળા તેણે પિતાના મનને જે બોધ આપ્યો હતો તે આ વખતે મને યાદ આવ્યો. હું મારા મનને કહેવા લાગ્યો, “રાજકુળમાં જન્મેલા સિદ્ધાર્થકુમારથી ઢેડભંગીના ઘરનું અન્ન ખાતી વખતે મનનું દમન કરવું બની શક્યું, અને તેના જ ધર્મને અભ્યાસ કરવા સારુ હું આટલે આવ્યો છું ત્યાં મને આશરો આપનારે પીરસેલા આ અન્નની મને સૂગ આવે એ સારું ન કહેવાય.” આમ ખૂબ આત્મસંયમ કરી મેં તે અન્ન ખાધું. ધીમે ધીમે આવું અન્ન ખાવાને મને મહાવરે થયો અને બીજી તરફ મારે માટે દિવસ જાતે કંઈક વિશેષ કાળજી પણ રખાવા લાગી. સિંહલી લકે પણ ગોવાના વતનીઓની માફક જ સવારે ખાની ઘેંસ પીએ છે, અને શાકભાજીમાં નાળિયેર ખૂબ વાપરે છે. પણ તેમનામાં એક ખાસ પ્રથા છે તે એ કે, ભાત, P.P. Ac. Gunratnasuri lo.S. Jun Gun Aaradhak Trust