________________ 154 આપવીતી હતું. હું જે કાંઈ સંસ્કૃતમાં બોલું તે એ યથાશક્તિ અંગ્રેજીમાં ભાષાંતર કરી રાજકુમારને સમજાવે અને રાજકુમારના કહેવાનો સાર મને ભાંગ્યાતૂટશ્યા સંસ્કૃતમાં કહે. તેણે મને સમજાવ્યું કે રાજકુમાર મને મળીને ખૂબ રાજી થયા છે. પણ સંસ્કૃત ન સમજતા હોવાને લીધે તેમને બહુ દુઃખ થાય છે. આવતા જન્મમાં હિંદુસ્તાનમાં કાશી જેવા સ્થળમાં જન્મ લઈ સંસ્કૃતમાં પ્રવીણતા મેળવી મારી સાથે વાત કરવા પોતે શક્તિવાન થશે એવી તેમને આશા છે. - રાજકુમારની અને મારી વાત પૂરી થઈ તે વખતે સૂર્યાસ્તનો વખત થયો હતો. વિદ્યોદય વિદ્યાલયમાં આવીને જોઉં છું તો ચોમેર લોકોની ભારે ભીડ. મેં પેલા વિદ્યાર્થીને પૂછ્યું, “આ બધા અહીં કેમ ભેગા થયા છે? તેણે જવાબ આપે, “આજે પૂનમને ઉપસથ છે. શ્રી. ધર્મપાલનું વ્યાખ્યાન થનાર છે એમ મેં સાંભળ્યું હતું. પણ હવે તો તે પૂરું થઈ ગયું હશે.” વિવોદય વિદ્યાલયની ધર્મશાળા (ધર્મોપદેશ કરવાની જગ્યા)માં હું પેલા વિદ્યાર્થીની સાથે હજુ દાખલ થાઉં છું તેટલામાં તો પેલા લેકોની મારા ઉપર નજર પડી. “હિન્દુ પંડિત “હિન્દુસ્તાનમાંથી આવેલ બ્રાહ્મણ,' એમ સૌ કોઈ ગણગણવા લાગ્યા. ધર્મપાલે મારી પાસે આવી કહ્યું, “આ અમારી સભામાં તમે સંસ્કૃતમાં બે બેલ કહે.” તેમનું કહેવું હું બરાબર સમજી ન શક્યો. પણ વિદ્યદય વિદ્યાલયના બીજા આચાર્ય શ્રી. દેવમિત્ર સ્થવિરે મને બરાબર સમજાવ્યું. મેં કહ્યું કે, વ્યાખ્યાન આપવા જેવી મારી તૈયારી નથી.” પણ બધાને ખૂબ આગ્રહ થવાથી અંતે નિરુપાયે હું તૈયાર થયે. દેવમિત્ર સ્થવિરની સાથે વ્યાસપીઠ ઉપર ઊભા રહી મેં સંસ્કૃતમાં એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust