________________ વિદ્યોદય વિદ્યાલય ( 149 ગઈ હતી ! શ્રી. સુમંગલ આ નિયમને અપવાદરૂપ નીવડ્યા. પિતાની શરીર-સ્થિતિ અત્યંત નાજુક અને વિહારમાં પણ કોઈ વિદ્વાન ભિક્ષુ મળે નહિ, એવી સ્થિતિ છતાં તેમણે નરી આપહિમ્મતથી પાલિ તેમ જ સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો. હિન્દુસ્તાનમાંથી કઈ વિદ્વાન બ્રાહ્મણ આવ્યાની ખબર સાંભળે કે તરત જ તેની પાસે દોડી જાય અને અનેક વિનય-અનુનયથી તેને રીઝવી તેની પાસેની વિદ્યા ગ્રહણ કરવાનો ક્રમ તેમણે રાખ્યો હતો. વિનયપિટક વગેરે પાલિ ગ્રંથોનો તેમણે પોતાની મેળે અભ્યાસ કર્યો. આ ગ્રંથ તેમને એવો તો સરસ આવડતો કે ગમે તે સવાલ તેમને પૂછો, તેનો જવાબ તેમની પાસે તૈયાર જ હોય. હું ત્યાં હતો તે દિવસમાં એક વખત તેમના એક આગેવાન શિષ્ય અને વિદ્યોદય મહાવિદ્યાલયના આચાર્ય ત્યાં આવ્યા અને તેમણે તેમને વિનયમાં એક વિકટ પ્રશ્ન કર્યો. સુમંગલાચાર્યે તત્કાળ તેનો ઉત્તર આપ્યો, અને બાજુના ટેબલ ઉપર પડેલા તાડપત્ર પર લખાયેલ એક મોટા ભારે ગ્રંથ તરફ આંગળી કરી કહ્યું: “આ પુસ્તકના ફલાણા અક્ષર સુધી (તાડપત્ર-પુસ્તક ઉપર પાનાને કમ એક બે એમ આંકડાથી ન લખતાં ક, કા, કિ, કી, એમ બારાખડીના બધા અક્ષરો દ્વારા પાનાંની ગણતરી રાખવાનો તેમનો રિવાજ હતો.)- નાં પાનાં ઉથલાવો.' પેલા શિષ્ય તેટલાં પાનાં ફેરવ્યાં. પછી સુમંગલાચાર્ય બોલ્યા. “હવે આશરે આટલામી લીટી વાંચો. તેમાં હું કહું છું તે ખુલાસો આપ્યો છે. વિનયગ્રંથ સાથે તેમને આવડે પરિચય જોઈને હું તો દંગ થઈ ગયો! વિદ્યોદય વિદ્યાલયની સ્થાપના પછી થોડેક વર્ષે કર્નલ આકોટ અને મૅડમ બ્લેસ્કી પિતાને થિયેસોફી પંથનો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust