________________ વિવોદય વિદ્યાલય 145 આસપાસના મુલકમાં રોમન કેથલિક પંથનાં મૂળ જો કે ઊંડાં તો ન ગયાં, છતાં કોલંબો જેવા પોર્ટુગીઝ વસ્તીના શહેરમાં બૌદ્ધ ભિક્ષુનાં દર્શન પણ થવાં દુર્લભ થઈ પડ્યાં.. પોર્ટુગીઝ કારકિર્દી દરમ્યાન સિલોનમાં રોમન કેથલિક ધર્મનો પ્રચાર કરવાની સેટ ક્રાન્સિસ્ક ઝેવિયરની પછી જેણે તનતોડ મહેનત કરી હતી તે ફાધર જુજે વાઝ, હું જે ગામમાં જ હતો, તે જ ગામમાં જન્મ્યા હતા. ગોવામાં રોમન કેથલિક ધર્મને સરસ અભ્યાસ કરી ધર્મપ્રચાર માટે તે સિલોન ગયા. પણ જે ધર્મને નાશ કરવા તેમણે આટલી મહેનત કરી મહાન સંકટો વેડ્યાં, તે જ ધર્મનો અભ્યાસ કરવા માટે વીસમી સદીના આરંભમાં તેના જ ગામનો એક તરુણ યુવક અત્યંત દુઃખ સહન કરી સિલોન આવશે, એવો તે વખતે તેમને સ્વનેય ખ્યાલ હશે ખરો? પણ કાળચક્રની ગતિ બહુ ગહન છે. સેંટ ઝેવિયર અને ફાધર જુજે વાઝ જેવા મહાન પુરુષોએ જે ધર્મનો ઉચ્છેદ કરવા આવડા પ્રયાસ કર્યા તે જ ધર્મને અનુસરનારા શ્રદ્ધાળુ લોકે ખુદ યુરોપમાં પાકવા લાગ્યા છે; અને જે ધર્મના પ્રચાર માટે ઉપર જણાવેલા સાધુપુરુષોએ જીવતર સાંઘાં કર્યા તે ધર્મ ઈટાલી જેવા તેના માવતરમાં પણ આજે લોપ પામતો જાય છે ! આજે કાન્સ અને પોર્ટુગલમાં રોમન કેથલિક પંથનો કેટલો ભાવ પુછાય છે, એ કહેવાની પણ અહીં જરૂર છે શું? ઈ. સ. ૧૬૫૮માં સિલોનમાં પોર્ટુગીઝ લોકોના તાબાનો તમામ દેશ વલંદા લોકોના હાથમાં આવ્યા. વલંદાઓ પોર્ટુગીઝ જેવા ધર્મઘેલા નહોતા. તેઓ તો કાંદીના સિંહલ રાજા સાથે તેમ જ બીજા સરદાર સાથે સુલેહ કરી વેપાર HI9OP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust